Home /News /national-international /By-Elections: 3 લોકસભા, 30 વિધાનસભા સીટો પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી, મતગણતરી 2 નવેમ્બરે

By-Elections: 3 લોકસભા, 30 વિધાનસભા સીટો પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી, મતગણતરી 2 નવેમ્બરે

પ્રતીકાત્મક તસવીર-CEOWestBengal Twitter

દાદરા અને નગર હવેલી સહિત આ 3 લોકસભા સીટો અને 30 વિધાનસભા સીટો માટે 30 ઓક્ટોબરે યોજાશે પેટાચૂંટણી, વાંચો સમગ્ર યાદી

નવી દિલ્હી. દેશમાં 3 લોકસભા સીટો અને 30 વિધાનસભા સીટી પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી (3 Lok Sabha and 30 assembly seats Byelection) યોજાશે. ચૂંટણી પંચની (Election Commission) જાણકારી મુજબ, આ મત વિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી 2 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી સૌથી મોટી કવાયત હશે.

ચૂંટણી પંચે જાણકારી આપી છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra and Nagar Haveli) અને દમણ તથા દીવમાં ચૂંટણી થવાની છે. સાથોસાથ મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની એક-એક સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાશે. તેની સાથોસાથ વિવિધ રાજ્યોની 30 વિધાનસભા સીટો ઉપર પણ પેટાચૂંટણી યોજાશે.



ચૂંટણી પંચે કોરોનાના કેસોને જોતાં લાંબા સમયથી આ સીટો પર પેટાચૂંટણી ટાળી હતી. જોકે, હવે દેશમાં કોરોના સંક્રમણના કેસો 20 હજારથી ઓછા આવી રહ્યા છે, જે કોરોનાની બીજી લહેર દરમિયાન 4 લાખને પાર થઈ ગયા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવમાં પેટાચૂંટણી થવાની છે.


આ પહેલા 30 સપ્ટેમ્બરે કોલકાતાની ભવાનીપુર સીટ (Bhawanipur Seat Bypolls) પર વિધાનસભા પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી બંગાળની (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં છે. બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા નંદીગ્રામ સીટથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ બીજેપી ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. મુખ્યમંત્રીના પદ પર રહેવા માટે તેમણે 6 મહિનાની અંદર વિધાનસભાનું સભ્ય બનવું આવશ્યક છે.

આ પણ વાંચો, PM મોદીએ Digital Health Missionનો કર્યો શુભારંભ, દરેક નાગરિકનું હશે આધાર જેવું Unique Health Card

હિમાચલ પ્રદેશમાં ફતેહપુર અને આર્કી, જુબ્બાઇ કોટખાઈ સીટ પર વોટિંગ થશે. કર્ણાટકની સિંડગી અને હાંગલ સીટ પર મતદાન 30 ઓક્ટોબરે થશે. મધ્ય પ્રદેશમાં પૃથ્વીપુર, રાયગાંવ, જોબાટ સીટ પર મતદાન થવાનું છે. મહારાષ્ટ્રમાં પણ એક સીટ અને મેઘાલયની ત્રણ સીટો પર મતદાન થશે. રાજસ્થાનની વલ્લભગઢ, ધારિયાવાડ સીટ પર મતદાન થશે. બંગાળની દિનહાટા, સાંતીપુર, ખરદાહા અને ગોસાબા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સીટો માટે 1 ઓક્ટોબરે અધિસૂચના જાહેર કરવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે.

આ પણ વાંચો, Pakistan: બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓએ મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને બોમ્બથી ઉડાવી દીધી

લોકસભાની 3 સીટો અને વિધાનસભાની 30 સીટો પર પેટાચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ ચૂંટણી પંચ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારી પર ફોકસ કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચૂંટણી પ્રસ્તાવિત છે.
First published:

Tags: Assembly by-elections, Eci, Election commission, Lok Sabha By-Election

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો