Home /News /national-international /

ભાજપની ચૂંટણી પંચ સામે માંગ: કોંગ્રેસનાં ચૂંટણી પ્રતિક "હાથ" ને કાપી નાંખો!

ભાજપની ચૂંટણી પંચ સામે માંગ: કોંગ્રેસનાં ચૂંટણી પ્રતિક "હાથ" ને કાપી નાંખો!

આ પુસ્તકમાં સહગલે ભારતના 16 નવોદિત રાજનેતાઓની પ્રોફાઇલ બનાવી છે.

    નવી દિલ્હી: શું ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ તેનું ચૂંટણી પ્રતિક "હાથ" ગુમાવી દેશે? ભારતીય જનતા પાર્ટીનાં એક નેતાએ ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને કોંગ્રેસના "હાથ"ના પ્રતિકને રદ કરવા માટે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ આ બાબતે 18 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. કર્ણાટકા વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે ત્યારે આ બાબતે રાજકીય ગરમાવો આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભાજપ દ્વારા આ ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરવામાં આવી હતી અને એવી રજુઆત કરવામાં આવી હતી કે, કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક "હાથ" ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરે છે. ભાજપનાં અશ્વિની ઉપાધ્યાય દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નાયબ ચૂંટણી કમિશ્નર ભુષણ ચંન્દ્રા કુમાર આ અરજી પર સુનાવણી હાથ ધરશે.

    ફરિયાદીએ એવી દલીલ કરી હતી કે, ચૂંટણી જાહેર થાય ત્યારથી આચારસંહિતા લાગુ પડે છે અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુંધી તે અમલમાં રહે છે. આ આચારસંહિતા મુજબ મતદાનનાં 100 મીટર સુધી પ્રચાર કરી શકાતો નથી. પણ કોંગ્રેસનું ચૂંટણી પ્રતિક "હાથ" હોવાથી તેના ઉમેદવારો, ટેકેદારો અને એજન્ટો ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી પણ આ હાથને તેમની સાથે રાખે છે એટલે આચારસંહિતાનો ભંગ થાય છે. આથી ચૂંટણી પંચે કોંગ્રેસના આ "હાથ"ના પ્રતિકને રદ કરવો જોઇએ. કેમ કે, તે આચારસંહિતાનો ભંગ કરે છે.

    ફરિયાદીએ એવો પણ આરોપ કર્યો હતો કે, કોંગ્રસના ઉમેદવારો, ટેકેદારો અને એજન્ટો મતદાન મથકોમાં પણ ચૂંટણી પ્રતિક હાથનો દુરઉપોગ કરે છે. કેમ કે, તેઓ મતદાન મથકોમાં પણ તેમનો હાથ હલાવી અને દર્શાવીને મત આપવા અપીલ કરે છે. કોગ્રેસનો ઉમેદવાર દરેક વખતે પોતાનો હાથ બતાવી મત માંગે છે. માત્ર પ્રચારમાં જ નહીં પણ મતદાન મથકમાં પણ આવું કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cancellation, Ec, Election commission, Hand, INC, Plea, કોંગ્રેસ

    આગામી સમાચાર