પીએમ મોદીના કાફલાની તપાસ કરનારા IAS અધિકારી સસ્પેન્ડ

News18 Gujarati
Updated: April 18, 2019, 9:54 AM IST
પીએમ મોદીના કાફલાની તપાસ કરનારા IAS અધિકારી સસ્પેન્ડ
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

મોહસિન 1996ની બેંચના આઈએએસ અધિકારી છે. તેઓ સંબલપુર લોકસભા મતક્ષેત્રમાં નિરિક્ષણ અધિકારી તરીકે તહેનાત હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઓડિશાના સંબલપુરમાં પીએમ મોદીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરનારા આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનને ચૂંટણી પંચે બુધવારે સસ્પેન્ડ કરી દીધા છે. મોહસિન 1996ની બેંચના આઈએએસ અધિકારી છે. તેઓ સંબલપુર લોકસભા મતક્ષેત્રમાં નિરિક્ષણ અધિકારી તરીકે તહેનાત હતા.

ચૂંટણી પંચે તેમને ફરજ દરમિયાન બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓ માટે બનેલા નિર્દેશોનું પાલન નથી કર્યું. હકીકતમાં પીએમ મોદી સંબલપુરમાં એક ચૂંટણી રેલીમાં ગયા હતા. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.

સરકાર કે ચૂંટણી પંચ તરફથી આ માટે કોઈ જ આદેશ આપવામાં આવ્યા ન હતા. આમ છતાં અધિકારીએ પીએમના કાફલાના અમુક સામાનની તપાસનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2014માં ચૂંટણી પંચે વડાપ્રધાન સહિત એસપીજી સુરક્ષા મળી હોય તેવી વ્યક્તિઓનું ચેકિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

નોંધનીય છે કે તાજેતરમાં ચૂંટણી પંચની ટીમે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને ઓડિશાના સીએમ નવીન પટનાયકના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: April 18, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading