હવે Aadhaar સાથે Voter ID પણ લિંક કરાવવું પડશે! ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

News18 Gujarati
Updated: January 24, 2020, 1:02 PM IST
હવે Aadhaar સાથે Voter ID પણ લિંક કરાવવું પડશે! ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ
પ્રતિકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આધાર કાર્ડ (Aadhaar Card)ને વોટર આઇડી (Voter ID) સાથે લિંક કરવા માટે કાયદા મંત્રાલયે અમુક શરતોને આધિન આગળ વધવાનું કહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : પાન કાર્ડ (PAN Card) બાદ હવે તમારા વોટર આઇડી કાર્ડ (Voter ID)ને પણ આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, એ અંગે ખાતરી જરૂરી છે કે આ પ્રક્રિયા દરમિયાન ડેટા ચોરી થતી રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયે અમુક શરતો સાથે હા પાડી છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી હવે ચૂંટણી પંચને વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનો કાયદાકીય અધિકાર મળી શકે છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે આ પહેલા ફેબ્રુઆરી 2015માં આધારને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાની કવાયત શરૂ કરી હતી. આ સમયે એચ એસ બ્રહ્મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

જોકે, સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર વિતરણ વ્યવસ્થા, એલપીજી અને કેરોસિનના વિતરણમાં આધારના ઉપયોગ પર રોક લગાવતા આ કવાયત બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચે આ પહેલા જ આધાર સાથે 38 કરોડ વોટર આઇડ કાર્ડ લિંક કરી દીધા હતા.ઓગસ્ટ 2019માં ચૂંટણી પંચે કાનૂન સચિવને એક પત્ર લખીને જનપ્રતિનિધિ કાયદો 1950 અને આધાર અધિનિયમ 2016માં સંશોધન માટે પ્રસ્તાવ આપ્યો હતો. જેનાથી મતદાર યાદીમાં પણ ગરબડથી બચી શકાય. જનપ્રતિનિધિત્વ કાનૂનના પ્રસ્તાવિત સંશોધન પ્રમાણે, ઇલેક્ટ્રોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO) મતદાતાઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તેમની પાસે આધાર નંબર માંગી શકે છે.

ચૂંટણી પંચે તર્ક આપ્યો છે કે આધાર સાથે વોટરઆઈડી કાર્ડને લિંક કરવાથી મતદાર યાદીમાં એકથી વધારે (ડુપ્લિકેટ નામો) નામોને દૂર કરવામાં મદદ મળશે. જે રાષ્ટ્રના હિતમાં છે.

સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આધાર નંબર નહીં આપવાની સ્થિતિમાં કોઈનું નામ ન તો મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે ન તો તેને મતદાન કરતા રોકવામાં આવશે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading