ભારતમાં ચૂંટણી લડતા ઉમેદાવારો તેમના ચૂંટણી પ્રચારમાં જે પૈસા વાપરે છે તેને ઘટાડવામાં આવી છે અને હવે દરેક ઉમેદવાર, રોજનાં રોકડ 20,000 રૂપિયાની જગ્યાએ માત્ર 10,000 રૂપિયા જ વાપરી શકશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે દેશનાં તમામ રાજ્યોનાં ચૂંટણી પંચોને આ આદેશ મોકલી આપ્યા છે અને તેની અમલવારી કરવવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે સૂચના આપી છે કે, કોઇ ઉમેદવાર રોજનાં 10,000 રૂપિયા (રોકડા)થી વધારે ઉપયોગ કરવાનો થશે તો તેમણે ચેક, ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન (ઓન લાઇન)નો ઉપયોગ કરવો પડશે અને ચૂંટણી પ્રચાર માટે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ દ્વારા તેનો ઉપયોગ કરવાનો રહેશે.
2011નાં એપ્રિલ મહિનામાં કેન્દ્રિય ચૂંટણી પંચે ઉમેદવારો માટે રોજનાં 20,000 રૂપિયા રોકડ વાપરવાની લિમીટ નક્કી કરી હતી પણ હવે તેને ફરી વખત બદલવામાં આવી છે.. કેમ કે, ઇન્કમ ટેક્સ એક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચનો આ નવો ફેરફાર નવેમ્બર 12થી અમલી બન્યો છે. આ નવો નિયમ હાલમાં ચાલી રહેલા છત્તિસગઢ, મિઝોરમ, તેલગાંણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીને પણ લાગુ પડશે. હવેથી, કોઇ પણ ઉમેદવાર પ્રચાર દરમિયાન 10,000થી વધારેનું દાન કે લોન કોઇ એક વ્યક્તિ પાસેથી મેળવી શકશે નહીં.
કેન્દ્રિય ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન નાણાનાં વપરાશ પર પારદર્શક્તા લાવવા માટે આ પ્રકારનાં નિર્ણયો લઇ રહ્યું છે અને અલગ અલગ પક્ષો અને તેમના ઉમેદવારો પર નજર રાખી રહ્યું છે.
હાલમાં, ચૂંટણી પ્રચાર કરતી વખતે ઉમેદવારે કેટલા પૈસા વાપરી શકે તેની મર્યાદા બાંધી છે પણ રાજકીય પક્ષો કેટલા પૈસા વાપરી શકે તેની કોઇ મર્યાદા બાંધી નથી.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર