Assembly Election: હરિયાણા, મહારાષ્ટ્રનું ચૂંટણી ગણિત, કોણ કેટલું પાણીમાં?

News18 Gujarati
Updated: September 21, 2019, 4:02 PM IST
Assembly Election: હરિયાણા, મહારાષ્ટ્રનું ચૂંટણી ગણિત, કોણ કેટલું પાણીમાં?
હરિયાણા, મહારાષ્ટ્રનું ચૂંટણી ગણિત

બંને રાજ્યોમાં હાલના સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બંનેમાં બીજેપીનું પલડુ ભારે છે.

  • Share this:
ચૂંટણી પંચે આજે બપોરે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 તારીખે પરિણામ આવશે. બંને રાજ્યોમાં હાલના સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બંનેમાં બીજેપીનું પલડુ ભારે છે. પરંતુ, પ્રશ્ન એ છે કે, શું પાર્ટી આ રાજ્યોમાં ફરીથી પોતાના દમ પર સરકાર બનાવી શકશે.

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં હાલમાં જે મુખ્યમંત્રી છે તેમના જ ચહેરાને આગળ કરી ચૂંટણી લડવામાં આવશે. બંને સીએમ એક રાઉન્ડની પોતાની ચૂંટણી યાત્રા પૂરી કરી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ રાજ્યોની સત્તા હાસિલ કરવાની આ જંગ રસપ્રદ રહેશે.

2014ની ચૂંટણીમાં સૌથી મજબૂત હતી BJP

આ બંને રાજ્યોમાં વિધાનસભાની 378 સીટો છે. જેમાંથી 183 પર બીજેપીના ધારાસભ્ય છે. જ્યારે કૉંગ્રેસ પાસે માત્ર 51 સીટો છે. બંને રાજ્યોમાં સત્તાધારી પાર્ટીને પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર વધારે ભરોસો છે. મોદી લહેરના ભરોસે જ અહીં પાર્ટી મેદાન જીતવાની તૈયારી કરી રહ્યા છે. પીએમ મોદી ગત એક મહિનામાં બંને રાજ્યોનો પ્રવાસ કરી ચુક્યા છે.મહારાષ્ટ્રનું રાજનૈતિક ગણિતમહારાષ્ટ્રમાં બીજેપી શાસન છે. જે દેવેન્દ્ર ફડણવીસ ચલાવી રહ્યા છે. 288 સીટો વાળા રાજ્યમાં બીજેપી પાસે સૌથી વધારે 135 વિધાનસભા સીટો છે. બીજેપીની સહયોગી શિવસેના પાસે 75 અને વિપક્ષ કૉંગ્રેસ પાસે 34 અને એનસીપી પાસે 31 સીટો છે. ના-ના કરતા કરતા બીજેપી અને શિવસેનાએ સાથે રહી ચૂંટણી લડી. જેમાં બીજેપીએ 23 અને શિવસેનાએ 18 સીટો જીતી. પરંતુ, વિધાનસભાની સીટો શિવસેના બરાબરની ભાગીદારી સાથે લડવા માંગે છે. લોકસભા ચૂંટણીમાં એનસીપી 4 સીટો જ્યારે કૉંગ્રેસ માત્ર એક સીટ પર જીત મેળવી હતી. એવામાં અહીં પાવરફૂલ ગઠબંધન બીજેપી-શિવસેના જ છે. કૉંગ્રેસ મજબૂત ટક્કર આપવી પડશે.હરિયાણાના રાજકારણમાં કોણ કેટલે?
હરિયાણામાં વિધાનસભાની 90 સીટો છે. ગત ચૂંટણી ઓક્ટોબર 2014માં થઈ હતી. બીજેપીએ આ ચૂંટમી ચહેરા વગર લડી હતી. પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીએ કૉંગ્રેસના ગઢ રહેલા આ પ્રદેશમાં 47 સીટો જીતી. પૂર્ણ બહુમતની સરકાર બનાવી. જિંદમાં પેટા ચૂંટણી જીત્યા બાદ બીજેપી પાસે 48 વિધાનસભા સીટો થઈ ગઈ. 2014માં આરએસએસ પ્રચારક મનોહરલાલ ખટ્ટરને સીએમ બનાવી પાર્ટીએ પહેલાથી પગ જમાવી ચુકેલા નેતાઓને ચોંકાવી દીધા. જોકે, રાજકીય જાણકારોનું માનવું છે કે, જન આશિર્વાદ રેલીમાં બે વખત સીએમનો ગુસ્સો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો, જે તેમના રાજકીય કરિયર પર ભારે ન પડી જાય.

હાલમાં તો મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં હરિયાણાની તમામ 10 લોકસભા સીટો બીજેપી પાસે આવી ગઈ છે. જેથી દિલ્હી દરબારમાં તેમની છાપ સારી લાગે છે. બીજેપીએ અહીં 75થી વધારે સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 2014માં કૉંગ્રેસ પાસે 17 અને ઈનેલોની 19 સીટો હતી. પાંચ નિર્દલીય અને એક-એક બહુજન સમાજવાદી પાર્ટી, શિરોમણી અકાલી દળના ધારાસભ્ય જીત્યા. જોકે, આ સમયે ઈનેલોના 10 વર્તમાન ધારાસભ્ય બીજેપીમાં સામેલ થઈ ચુક્યા છે. જ્યારે જન નાયક જનતા પાર્ટીમાં સામેલ થયેલા 4 ધારાસભ્ય અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. ઈનેલો પાસે માત્ર ત્રણ ધારાસભ્ય બચ્યા છે. હવે જોવાનું એ છે કે, આજથી શરૂ થઈ રહેલી સત્તાની નવી જંગમાં કોણ કેટલે ઉભુ રહેશે.
First published: September 21, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading