Home /News /national-international /રાજપક્ષે બોલ્યા - ભારતના NSGની જરૂર નથી, શ્રીલંકા આતંકીઓને ખુદ પહોંચી વળશે

રાજપક્ષે બોલ્યા - ભારતના NSGની જરૂર નથી, શ્રીલંકા આતંકીઓને ખુદ પહોંચી વળશે

મહિન્દ્રા રાજપક્ષે અને પીએમ નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

News18ને આપેલા એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં મહિન્દ્રા રાજપક્ષેએ કહ્યું કે, ભારત મદદગાર રહ્યું છે. પરંતુ એનએસજી આવવાની શક્યતા નથી. અમારે વિદેશી સૈનિકની જરુર નથી

પ્રદિપ પિલ્લૈ

ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ અહીંના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ ભારતની મદદનો આભાર વ્યક્ત કર્યો. જોકે, તેમમે કહ્યું કે, શ્રીલંકાની જમીન પર કોઈ વિદેશી સુરક્ષાદળ નથી જોઈતું.

News18ને આપેલા એક એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં મહિન્દ્રા રાજપક્ષેએ કહ્યું કે, ભારત મદદગાર રહ્યું છે. પરંતુ એનએસજી આવવાની શક્યતા નથી. અમારે વિદેશી સૈનિકની જરુર નથી. અમારા સુરક્ષાદળ છે. અમારે બસ માત્ર તેમને આઝાદી અને શક્તિ આપવાની જરૂર છે.

મહિન્દ્રા રાજપક્ષેએ આ ટિપ્પણી એક સરકારી અધિકારી CNN-NEWS18ને એ બતાવ્યા બાદ આવી છે કે શ્રીલંકાની જરૂરતોને ધ્યાનમાં રાખી સરકારે એનએસજીને સ્ટેન્ડબાય રાખ્યા છે.

ગત વર્ષે રાષ્ટ્રપતિ શ્રીસેના પાસે જ રક્ષા મંત્રાલય અને રાષ્ટ્રીય પોલીસની દેખરેખની જવાબદારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રનિલ વિક્રમસિંઘને ગત વર્ષે સત્તામાંથી બેદખલ કરવાની કોશિસ નિષ્ફળ થયા બાદ તેમને સુરક્ષાની મહત્વની બેઠકમાંથી દુર રાખવામાં આવી રહ્યા હતા.

રાજપક્ષેએ NEWS18ને કહ્યું કે, તે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પર પણ રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. દેશમાં વધતા કટ્ટરપંથ વિશે બધા જ જાણે છે. તેમને બસ માત્ર વોટ બેન્કની પડી છે, અને આ કારણે તેમણે કાર્યવાહી ન કરી.

પહેલા જ આ વાત સ્વિકાર કરી ચુક્યા છે અધિકારીઓ
શ્રીલંકાની મુખ્ય અધિકારીઓ પહેલા જ સ્વીકાર કરી ચુક્યા છે કે બોમ્બ બ્લાસ્ટના એક અઠવાડીયા પહેલા જ તેમને ઈન્ટેલિજન્સ યૂનિટ તરફથી આની સૂચના મળી હતી. પરંતુ, આ બ્લાસ્ટને રોકવા માટે વધારે કઈં કરવામાં ન આવ્યું. શ્રીલંકાના પોલીસ ચીફ પૂજીથ જયસુંદરા અને ડિફેન્સ સેક્રેટરી હેમાસિરી ફર્નેન્ડોએ બોમ્બ બ્લાસ્ટ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

અધિકારીઓએ એ પણ માન્યું કે, તે સૂચના હોવા છતાં પણ બોમ્બ બ્લાસ્ટને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. 8 સિરીયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંઘે ટ્વીટ કર્યું કે, અમે સામૂહિકરૂપે આની જવાબદારી લઈએ છીએ. અમારી સરકાર પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સિઓ બ્લાસ્ટ રોકવામાં નિષ્ફળ રહ્યા, તેના માટે અમે નાગરીકોની માફી માંગીએ છીએ.

પીએમના દાવાને મહિન્દ્રાએ ફગાવ્યો
આ બાજુ પીએમના દાવાને મહિન્દ્રા રાજપક્ષેએ ફગાવ્યો છે, જેમાં તેમણે કહ્યું કે, જે લોકોએ ઈસ્લામિક સ્ટેટ જોઈન કરવા રાજ્ય છોડ્યું છે, તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી શકાતી. રાજપક્ષેએ કહ્યું કે, દેશના હાલના કાયદા આવા ટેરર લિંકને પહોંચી વળવા માટે બરોબર છે.

પીએમ વિક્રમસિંઘે કહ્યું હતું
તમને જમાવી દઈએ કે, વિક્રમસિંઘે બે દિવસ પહેલા કહ્યું હતું કે, સરકાર પાસે જાણકારી છે કે, જે લોકો આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ જોઈન કરવા માટે શ્રીલંકા છાડીને ગયા છે, તે હવે પાછા ફરી રહ્યા છે. પરંતુ, તેમના પર કોઈ કાર્યવાહી નથી કરી શકાતી, કેમ કે, ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવું કાયદાના વિરોધમાં નથી.

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. ઈસ્ટરના દિવસે કોલંબોના કેટલાક કેથોલિક ચર્ચો અને લક્ઝરી હોટલ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ પર 8 સિરીયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 253 લોકોના મોત થયા છે, અને 500થી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, સરકારે આ બ્લાસ્ટ પાછળ સ્થાનિક આતંકવાદી સંગઠન નેશનલ તૌહિદ જમાથ પર શંકા વ્યક્ત કરી છે.
First published:

Tags: Says, Sri lanka, ભારત