Earthquake News: મ્યાનમાર-ભારત સીમા પર 6.3 તીવ્રતાનો ભૂકંપ, પશ્ચિમ બંગાળ સુધી આંચકા અનુભવાયા
Earthquake News: મ્યાનમાર-ભારત સીમા પર 6.3 તીવ્રતાનો ભૂકંપ, પશ્ચિમ બંગાળ સુધી આંચકા અનુભવાયા
આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાની કે માનહાનિના અહેવાલ નથી.
Earthquake News: મ્યાનમાર-ભારત બોર્ડર ક્ષેત્ર પર શુક્રવારની સવારે 6.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ વાતની જાણકારી યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવી છે.
નવી દિલ્હી. મ્યાનમાર-ભારત બોર્ડર ક્ષેત્ર પર શુક્રવારની સવારે 6.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો (Earthquake News) છે. આ વાતની જાણકારી યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (European-Mediterranean Seismological Centre) દ્વારા આપવામાં આવી છે. જાણકારી મુજબ, બાંગ્લાદેશ (Bangladesh)ના ચટગાંવથી લગભગ 175 કિમી પૂર્વમાં 6.3ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી હતી. ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત શુક્રવારે જ ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમ (Mizoram state)માં પણ ભૂકંપ આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી ANIએ EMSCને ટાંકીને જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશ (મ્યાનમાર-ભારત સરહદ વિસ્તાર)ના ચટગાંવથી 175 કિમી પૂર્વ (મ્યાનમાર-ભારત સીમા ક્ષેત્ર)માં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. અહીં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મિઝોરમમાં થેન્વલથી 73 કિમી દક્ષિણપૂર્વમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.’
EMSC અનુસાર, બાંગ્લાદેશના ચટગાંવ અને આઈઝોલથી લગભગ 280 માઈલ (450.62 કિમી) દૂર પૂર્વ ભારતના શહેર કોલકાતામાં અનુભવાયો હતો.
ચટગાંવથી એક સાક્ષીએ EMSC પર પોસ્ટ કર્યું કે ‘ખૂબ જ તીવ્ર આંચકા’. ચટગાંવ, જે ભૂકંપના કેન્દ્રથી લગભગ 184 કિમી (115 માઇલ) પશ્ચિમમાં છે.
આસામના સૌથી મોટા શહેર ગુવાહાટી સહિત રાજ્યના ઘણા ભાગોમાં શનિવારે બપોરે 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કામરૂપ જિલ્લામાં 10 કિમીની ઊંડાઈએ હતું. બપોરે 1.12 કલાકે આવેલા ભૂકંપના આંચકા ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા.
જોકે, અત્યારસુધી આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તરનો આ વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ છે અને આ વિસ્તારમાં દરરોજ ભૂકંપના આંચકા (Earthquake sensitive area) અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલે પણ રાજ્યમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર