Home /News /national-international /Palestine Earthquake: તુર્કી-સીરિયા પછી હવે પેલેસ્ટાઇનમાં પણ ધરા ધ્રૂજી, ભૂકંપના આંચકાથી લોકો ગભરાયા

Palestine Earthquake: તુર્કી-સીરિયા પછી હવે પેલેસ્ટાઇનમાં પણ ધરા ધ્રૂજી, ભૂકંપના આંચકાથી લોકો ગભરાયા

પેલેસ્ટાઇનમાં પણ ભૂકંપના આંચકાથી લોકો ગભરાયા

Palestine Earthquake: તુર્કિ અને સીરિયા બાદ પેલેસ્ટાઈનમાં ભૂકંપના આંચકાએ લોકોને ધ્રૂજાવ્યા છે. ભૂકંપના કારણે જાનમાલનું નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે ભૂકંપના આંચકા હળવા છે.

નવી દિલ્હીઃ પેલેસ્ટાઇનમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. જોકે, હજુ સુધી જાનમાલના નુકસાનની કોઈ ખબર સામે આવી નથી. ભૂકંપની કેવી અસર પડી છે તેની હજુ તપાસ કરવામાં આવી રહી છે. તુર્કિ સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂંકપના શક્તિશાળી આંચકાના કરાણે જાન-માલનું ભારે નુકસાન થયું છે. ભૂકંપના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 8000ની નજીક પહોંચી ગયો છે. આવામાં પેલેસ્ટાઈનમાં ભૂકંપ આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

બુધવારે જેરુસલેમમાં આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી નોંધાઈ છે પરંતુ તુર્કિ અને સીરિયાના ભૂકંપની સ્થિતિ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ઈઝરાઈલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેરુસલેમમાં ભૂકંપના હળવા ઝાટકા અનુભવાયા છે.

યુરોપિયન મોનિટરિંગ ગ્રુપની પ્રાથમિક સૂચના પ્રમાણે મૃત સાગર વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની સૂચના આપવામાં આવી છે. એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે શક્તિશાળી ભૂકંપ આવ્યો તો ભારે નુકસાન થવાની સંભાવના છે. કારણ કે ઈઝરાઈલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને પહોંચી વળવા માટે સક્ષમ નથી.

આ પણ વાંચો: Turkey Earthquake updates: તુર્કી-સીરિયામાં ભૂકંપે રચ્યું મોતનું તાંડવ, મૃતાંક 8000 નજીક પહોંચ્યો, 200 આફ્ટરશોક, અહીં જાણો 10 મોટી અપડેટ્સ

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક 8000ની નજક


દક્ષિણ તુર્કિમાં સોમવારે આવેલા ભૂકંપ બાદ મૃત્યુઆંક મંગળવાર સાંજ સુધીમાં 7,800ને પાર કરી ગયો છે. જેમાં તુર્કીમાં મૃત્યુનો સત્તાવાર આંકડો 5,894 થઈ ગયો છે અને ઘાયલોનો આંક 32,000 કરતા પણ મોટો છે. જ્યારે સીરિયામાં મૃત્યુઆંક 1,932 પર પહોંચી ગયો છે.

BBCના રિપોર્ટ મુજબ દક્ષિણ તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ હવે જે મૃતદેહ મળ્યા છે તેમને તપાસ માટે રસ્તા પર મૂકવામાં આવ્યા છે. ભૂકંપથી પ્રભાવિત 10 પ્રાંતોમાં આગામી ત્રણ મહિના માટે ઈમર્જન્સી સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
First published:

Tags: Disaster, Earthquakes