Home /News /national-international /દિલ્હી-NCRમાં જોરદાર ભૂંકપના આંચકા અનુભવાયા, ઉત્તરાખંડમાં પણ ધરા ધ્રુજી

દિલ્હી-NCRમાં જોરદાર ભૂંકપના આંચકા અનુભવાયા, ઉત્તરાખંડમાં પણ ધરા ધ્રુજી

દિલ્હી એનસીઆરમાં ભુંકપ આવ્યો

મંગળવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    દિલ્હી. મંગળવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોએ તેમના ઘર અને ઓફિસમાં પણ અનુભવ્યા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે 2.28 કલાકે આવ્યો હતો. તેની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર 10 કિમી અંદર જણાવવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચોઃ પ્રજાસત્તાક દિવસ પહેલાં જ કર્તવ્ય પથ જોવા મળી ભારતની તાકાત, જુઓ પરેડની આકર્ષક તસવીરો



    આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi ncr, Earthquakes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन