નોઇડામાં મોડી રાત્રે ભૂકંપના આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

News18 Gujarati
Updated: June 3, 2020, 11:24 PM IST
નોઇડામાં મોડી રાત્રે ભૂકંપના આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી-એનસીઆરપ (Delhi-NCR)માં છેલ્લા બે મહિનામાં 14 વાર ભૂકંપના આંચકા (Earthquake) આવી ચૂક્યા છે. ગુજરાતમાં પણ ઓછી તીવ્રતાવાળા આ ભૂકંપના આંચકાની ખબરો હાલ વધી રહી છે. ભૂકંપની આવી ઘટનાઓ જો તમે સિસ્મિક ઝોન (Seismic Zones) આવતા હોવ તો વધુ થાય છે. ત્યારે ગુજરાતનો અને ભારતનો કયા વિસ્તાર આ સિસ્મિક ઝોનમાં આવે છે તે અંગે વિગતવાર જાણકારી આ મેપ માધ્યમથી સમજો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્ર નોઇડાથી દક્ષિણ પૂર્વ તરફ 19 કિમી દૂર

  • Share this:
નવી દિલ્હી : નોઇડાના ગૌતમબુદ્ધ નગરમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake)ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્ર નોઇડાથી દક્ષિણ પૂર્વ તરફ 19 કિમી દૂર હતું.

ભૂકંપનો આંચકો રાત્રે લગભગ 10.42 વાગે અનુભવાયો હતો. આ પછી ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી આવ્યા હતા અને અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

રાત્રે નોઇડામાં આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના આંચકો વધારો ન હતો. જેથી જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.

આ પણ વાંચો - LAC પર ભારત-ચીન વચ્ચે તણાવ ઓછો થયો, ચાર દિવસોથી શાંત ચીની સૈનિકો પાછળ હટ્યા

પાંચ દિવસ પહેલા પણ આવ્યો હતો ભૂકંપ

પાંચ દિવસ પહેલા પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા મહિનામાં છઠ્ઠી વખત ભૂકંપના ઝટકા અનુભવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો રોહતક જિલ્લો હતો. જેના ઝટકા દિલ્હી-એનસીઆરમાં લાગ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણનો રોહતક જિલ્લો હતો. જોકે દિલ્હી-એનસીઆર અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવ્યા હતા. રાત્રે લગભગ 9.08 કલાકે આવેલા ભૂકંપના ઝટકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવ્યા હતા.
જમીનની ફક્ત 5 કિમી અંદર હતું કેન્દ્ર

પાંચ દિવસ પહેલા પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ એટલે મોટો ખતરો માનવામાં આવે છે કારણ કે તેનું કેન્દ્ર જમીનથી ફક્ત 5 કિમી અંદર હતું.
First published: June 3, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading