Home /News /national-international /

ભૂકંપથી 280થી વધુના મોત, 1300થી વધુ ઘાયલ

ભૂકંપથી 280થી વધુના મોત, 1300થી વધુ ઘાયલ

સોમવારે બપોરે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે અને 1300થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપથી સૌથી વધુ નુકશાન પાકિસ્તાનમાં થયું છે. પાકિસ્તાનમાં 200થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા દસ વર્ષોમાં પાકિસ્તાનમાં આ સૌથી ભીષણ ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # સોમવારે બપોરે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે અને 1300થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપથી સૌથી વધુ નુકશાન પાકિસ્તાનમાં થયું છે. પાકિસ્તાનમાં 200થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા દસ વર્ષોમાં પાકિસ્તાનમાં આ સૌથી ભીષણ ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

7.5 રિક્ટર સ્કેલની તીવ્રતાના અફઘાનિસ્તાનમાં એપી સેન્ટરના આ ભૂકંપથી પાકિસ્તાનની સાથોસાથ અફઘાનિસ્તાનમાં પણ મોટું નુકશાન થયું છે અને ત્યાં 50થી વધુ લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે.

ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેના પ્રમુખ રાહિલ શરીફ એનું નેતૃત્વ કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, જેમ જેમ રાહત બચાવ ટુકડીઓ આગળ વધી રહી છે તેમ તેમ મૃતકોનો આંકડો સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં સૌથી વધુ નુકશાન ફાટા, ખૈબર પસ્તૂન વિસ્તારમાં થયું છે.
First published:

Tags: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, ભૂકંપ, મોત

આગામી સમાચાર