Home /News /national-international /અયોધ્યાના રામ મંદિરને વર્ષો સુધી કંઈ જ નહિં થાય, જાણો તેના નિર્માણની પદ્ધતિ?

અયોધ્યાના રામ મંદિરને વર્ષો સુધી કંઈ જ નહિં થાય, જાણો તેના નિર્માણની પદ્ધતિ?

એન્જિનિયરો અને નિષ્ણાતો હાલ એ બાબત પર ભાર મૂકી રહ્યાં છે કે કોઈ વાવાઝોડું આવે કે ભૂકંપ મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

એન્જિનિયરો અને નિષ્ણાતો હાલ એ બાબત પર ભાર મૂકી રહ્યાં છે કે કોઈ વાવાઝોડું આવે કે ભૂકંપ મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ધર્મનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ દરમિયાન મંદિરની મજબૂતી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંદિરને હજારો વર્ષો સુધી સુરક્ષિત રાખવા માટે નિષ્ણાતો ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપી રહ્યા છે.

વધુ જુઓ ...
અયોધ્યા: એન્જિનિયરો અને નિષ્ણાતો હાલ એ બાબત પર ભાર મૂકી રહ્યાં છે કે કોઈ વાવાઝોડું આવે કે ભૂકંપ મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ધર્મનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ દરમિયાન મંદિરની મજબૂતી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંદિરને હજારો વર્ષો સુધી સુરક્ષિત રાખવા માટે નિષ્ણાતો ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપી રહ્યા છે. મંદિરના નિર્માણ માટે જવાબદાર લોકો કહી રહ્યાં છે કે દેશની સૌથી શ્રેષ્ઠ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ દેશના સૌથી સારી ગુણવતા ધરાવતા પથ્થર એટલે કે કર્ણાટક અને રાજસ્થાનના બંસી પહાડીપુરના પિંક સ્ટોન મંદિરમાં લગાવવામાં આવી રહ્યાં છે. મંદિરના પહેલા માળનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે. મતલબ કે ભગવાન રામના ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ થશે. જાન્યુઆરી 2024 માં, ભગવાન તેમના ગર્ભગૃહમાં બિરાજમાન થશે.

શ્રી રામ મંદિરને કેવી રીતે ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી રહ્યું છે?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તા કહે છે કે આ મંદિર હજારો વર્ષો સુધી સુરક્ષિત રહેશે કારણ કે તેનો પાયો ખૂબ જ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. બાંધકામની મજબૂતાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મંદિરનો પાયો 60 ફૂટ નીચેથી લેવામાં આવ્યો છે. તેના પર 60 ફૂટ નીચે ઊંડા કોન્ક્રીટના ખડકો ઉભા કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ગુપ્તાનો દાવો છે કે સૌથી મોટા વાવાઝોડાની પણ મંદિર પર કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારથી ભક્તો કરી શકશે દર્શન

ગુપ્તાએ જણાવ્યું કે જે પથ્થરથી મંદિર બની રહ્યું છે તે ભારતનો શ્રેષ્ઠ માર્બલ છે, જે કર્ણાટકથી અહીં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના બંસી પહાડપુરના બલવા લાલ પથ્થરમાંથી સ્તંભ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Ayodhya mandir, Ayodhya Ram Temple, Ram temple in ayodhya

विज्ञापन