જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો જોરદાર આંચકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો જોરદાર આંચકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા
પ્રતિકાત્મક તસવીર

સોમવારે સાંજે 7.32 વાગ્યે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir Earthquake) સોમવારે સાંજે 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો (Earthquake)આંચકો આવ્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસિમોલોજીના મતે સોમવારે સાંજે 7.32 વાગ્યે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો ઝટકો એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા.

  મળેલી જાણકારી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર કટરાથી ઉત્તર-પૂર્વમાં 63 કિમી દૂર 5 કિમી ઉંડાણમાં છે. ભૂકંપના ઝટકાથી હજુ સુધી કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર આવ્યા નથી.  આ પણ વાંચો - Corona Vaccination : મુખ્યમંત્રીઓ સાથે બેઠક પછી PM મોદીએ કહ્યું - બંને વેક્સીન વિશ્વાસપાત્ર

  જિલ્લા વિકાસ આયુક્ત ડોડોએ બધા સંબંધિત અધિકારીઓને આ ક્ષેત્રમાં થયેલા નુકસાનની તરત સૂચના આપવાના આદેશ આપ્યા છે. આ સાથે લોકોને પરેશાન ન થવા અને સુરક્ષા નિયમોનું પાલન કરતા રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પહેલા 4 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના બંદીપોરામાં 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય ગત વર્ષે ડિસેમ્બરમાં 4 વખત ભૂકંપના આંચકા આવ્યા હતા.

  આ પહેલા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શનિવારે 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિમલા મોસમ વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક મનમોહન સિંહેના રાત્રે 8.21 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો.
  Published by:Ashish Goyal
  First published:January 11, 2021, 21:17 pm

  ટૉપ ન્યૂઝ