Home /News /national-international /

Earthquake in Delhi: વહેલી પરોઢે દિલ્હીની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 2.3 રહી ભૂકંપની તીવ્રતા

Earthquake in Delhi: વહેલી પરોઢે દિલ્હીની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 2.3 રહી ભૂકંપની તીવ્રતા

પ્રતીકાત્મક તસવીર

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ દિલ્હીમાં સવારે 5:02 વાગ્યે 2.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો

    નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ફરી એકવાર ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Centre for Seismology) અનુસાર, ભૂકંપના આંચકા શુક્રવાર સવારે 5:02 વાગ્યે અનુભવાયા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3 માપવામાં આવી છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

    મળતી જાણકારી મુજબ, દિલ્હીની સાથોસાથ એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા છે. દિલ્હીની પાસે આવેલા નોઇડા અને ગાજિયાબાદમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. જોકે હજુ તેની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ શકી.

    આ પણ વાંચો, પહેલાથી પણ સસ્તો થયો Redmiનો આ લોકપ્રિય સ્માર્ટફોન, 7 હજારથી પણ ઓછી છે કિંમત

    હાલમાં જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના એક અધિકારીએ કહ્યું હતું કે, લોકો આગામી બે વર્ષમાં કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ દરમિયાન મદદ માંગવા માટે ઇમરજન્સી નંબર 112નો ઉપયોગ કરી શકશે. NDMA ખતરાવાળા વિસ્તારોમાં લોકોને સમયસર સતર્ક કરવાની વ્યવસ્થા શરૂ કરવાનું પણ કામ કરી રહી છે. SMS, મોબાઇલ એપ, રેડિયો અને ટેલીવિઝન જેવા સંચારના તમામ માધ્યમોનો ઉપયોગ કરી સ્વચાલિત રીતે લોકોને ચેતવણીના સંદેશ આપવામાં આવશે.

    આ પણ વાંચો, લગ્ન બાદ યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ શૅર કરી સગાઈની સુંદર તસવીરો

    NDMAના સલાહકાર (પરિચાલન અને સંચાર) બ્રિગેડિયર અજય ગંગવારનું કહેવું છે કે, ગૃહ મંત્રાલય જન સુરક્ષા પર કામ કરી રહ્યું છે. ઇમરજન્સી સ્થિતિ માટે 112 નંબર હશે. તેને પોલીસ, આગ સાથે જોડાયેલી ઇમરજન્સી સ્થિતિ, મહિલા અને બાળ સંરક્ષણ તથા અન્ય ઇમરજન્સી સ્થિતિ માટે કાર્યરત કરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Christmas, Christmas 2020, દિલ્હી, ભૂકંપ

    આગામી સમાચાર