હરિયાણા-દિલ્હીની ધરતી હચમચી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણા, 4ની તીવ્રતા નોંધાઈ

News18 Gujarati
Updated: July 1, 2018, 6:12 PM IST
હરિયાણા-દિલ્હીની ધરતી હચમચી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણા, 4ની તીવ્રતા નોંધાઈ

  • Share this:
હરિયાણામાં ભૂકંપની તીવ્ર ઝટકા અનુભવાયા છે. રાજ્યભરના તમામ શહેરમાં ધરતી હચમચવા લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. સોનીપત, ઝજ્જર, રોહતક, નારનૌલમાં ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવવામાં આવ્યા છે. સાથે દિલ્હી-એનસીઆર અને યૂપીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપના ઝટકા થોડા હળવા હતા, પરંતુ કંપનના કારણે ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મોટાભાગની ઓફિસો પણ ખાલી કરી લોકો બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં જમીનથી 500 મીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4ની નોંધવામાં આવી છે. લગભગ 3 કલાકે અને 37 મિનીટે ભૂકંપના ઝટકાનો અનુભવ લોકોને થયો હતો. હરિયાણા સહિત દિલ્હી-યૂપીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ જગ્યાએથી જાન-માલના નુકશાનના સમાચાર નથી મળી રહ્યા.
First published: July 1, 2018, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading