Home /News /national-international /ભારતમાં ફરી એકવાર ઘરા ધ્રુજી, હવે આ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો કેટલી હતી તીવ્રતા

ભારતમાં ફરી એકવાર ઘરા ધ્રુજી, હવે આ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો કેટલી હતી તીવ્રતા

ભૂકંપના આંચકા અનુભવાયા

ભારતમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. થોડા દિવસ પહેલા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને હચમચાવી દેનારા ભૂકંપે આ વખતે અરુણાચલ પ્રદેશના લોકોને આંચકો આપ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરુણાચલ પ્રદેશના લેપા રાડા જિલ્લામાં સ્થિત બસર વિસ્તારમાં આજે સવારે 9.55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Arunachal Pradesh, India
    ભારતમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. થોડા દિવસ પહેલા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને હચમચાવી દેનારા ભૂકંપે આ વખતે અરુણાચલ પ્રદેશના લોકોને આંચકો આપ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરુણાચલ પ્રદેશના લેપા રાડા જિલ્લામાં સ્થિત બસર વિસ્તારમાં આજે સવારે 9.55 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    જણાવવામાં આવ્યું હતું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી અને આ ભૂકંપનું કેન્દ્ર બસરથી દક્ષિણપૂર્વ દિશામાં 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જો કે, લોકોએ આ ભૂકંપના આંચકાને અનુભવ્યા અને ચોક્કસપણે ઘરોમાં વસ્તુઓ પડી ગઈ હતી.

    આ પણ વાંચોઃ Shraddha Murder Case: પકડાયા બાદ આફતાબે કહ્યું- 'માફ કરજો અંકલ, મારાથી ભૂલ થઈ, મેં તમારી દીકરીને...

    તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે નેપાળમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)થી લઈને ઉત્તરાખંડ સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તરાખંડના પિથોરાગઢથી 101 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બજાંગ જિલ્લાના પટાદેબલ ખાતે 29.28 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 81.20 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિમીની ઊંડાઈએ હતું. નેપાળમાં એક અઠવાડિયામાં આ ત્રીજો ભૂકંપ છે અને બિહાર સહિત ભારતના ઘણા ભાગોમાં તેની અસર વારંવાર જોવા મળી હતી.

    ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું


    1- જો તમે બિલ્ડિંગની અંદર હો તો ફ્લોર પર બેસીને જાવ અને કોઈ મજબૂત ફર્નિચરની નીચે જતા રહો. જો ટેબલ કે આવું ફર્નિચર ન હોય તો હાથ વડે તમારો ચહેરો અને માથું ઢાંકીને રૂમના એક ખૂણામાં બેસી જાઓ.
    2- જો તમે ઈમારતની બહાર હો તો ઈમારત, ઝાડ, થાંભલા અને વાયરોથી દૂર જાવ.
    3- જો તમે વાહનમાં મુસાફરી કરી રહ્યા હો તો બને તેટલું જલ્દી વાહન રોકો અને વાહનની અંદર બેસી રહો.
    4- જો તમે કાટમાળના ઢગલામાં દટાઈ ગયા હો તો ક્યારેય માચીસ સળગાવશો નહીં, ન તો હલો કે ન તો કોઈ વસ્તુને ધક્કો મારવો.
    5- કાટમાળ નીચે દટાઈ જવાની સ્થિતિમાં, પાઇપ અથવા દિવાલ પર હળવા હાથે થપથપાવો, જેથી બચાવકર્તા તમારી સ્થિતિ સમજી શકે. જો તમારી પાસે સીટી હોય, તો તેને વગાડો.
    6- જ્યારે કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ અવાજ કરો. અવાજ કરવાથી તમારા શ્વાસમાં ધૂળ અને ગંદકી શરીરની અંદર જઈ શકે છે.
    7- તમારા ઘરમાં હંમેશા આપત્તિ રાહત કીટ તૈયાર રાખો.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Earthquakes

    विज्ञापन
    विज्ञापन