Home /News /national-international /Earthquake: મહારાષ્ટ્રના નાસિકની નજીક વહેલી સવારે 4 વાગે 3.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો

Earthquake: મહારાષ્ટ્રના નાસિકની નજીક વહેલી સવારે 4 વાગે 3.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો

નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા

બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્ટર સ્કેલ પર 3.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી છે.

    નાસિક: બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્ટર સ્કેલ પર 3.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી છે. એનસીએસના જણાવ્યા અનુસાર, નાસિકથી 89 કિમી પશ્ચિમમાં સવારે લગભગ 4 કલાકે ધરતીની પરત નીચે ટેક્ટોનિક પ્લેટોની હલચલ અનુભવાઈ હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ એક ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના નાસિકથી 89 કિમી પશ્ચિમમાં આજે સવારે લગભગ 04.04 કલાકે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.

    આ પણ વાંચો: ઈન્ડોનિયા પછી હવે સોલોમન આઈલેન્ડમાં ભૂકંપ, 7.0 ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી; સુનામી ચેતવણી

    આ અગાઉ મંગળવારે લદ્દાખના લેહ અને કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.3 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 191 કિમી દૂર ઉત્તરમાં હતું.


    અહીં ઉલ્લેખનિય છે કે, ઈંડોનેશિયાના જાવા દ્વિપ પર સોમવારે આવેલા ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા મંગળવારે વધીને 268 થઈ ગઈ છે. કારણ કે ધારાશાયી થયેલી ઈમારતોમાંથી લાશો નિકળી રહી છે અને હજૂ પણ 151 લોકોના ગુમ છે. કહેવાય છે કે, સિયાંજૂર શહેર નજીક સોમવારે બપોરે આવેલા 5.6 તિવ્રતાના ભૂકંપમાં અન્ય 1083 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે ગ્રામિણ વિસ્તાર નજીકની ઈમારતો ધરાશાયી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, માર્યા ગયેલા લોકો ઉપરાંત 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને લગભગ 600થી વધારે લોકોને મામૂલી ઈજા થઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Earthquakes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन