Home /News /national-international /

નેપાળમાં ભૂકંપના વધુ ત્રણ આંચકા અનુભવાયા

નેપાળમાં ભૂકંપના વધુ ત્રણ આંચકા અનુભવાયા

નેપાળ ફરી એકવાર ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિવસ દરમિયાન ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી મોટો 5.7 રિક્ટર સ્કેલનો આંચકો સાંજે 5-04 કલાકે અનુભવાયો હતો. જેની થોડી અસર બિહાર સહિત ઉત્તર ભારતમાં પણ અનુભવાઇ હતી.

નેપાળ ફરી એકવાર ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિવસ દરમિયાન ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી મોટો 5.7 રિક્ટર સ્કેલનો આંચકો સાંજે 5-04 કલાકે અનુભવાયો હતો. જેની થોડી અસર બિહાર સહિત ઉત્તર ભારતમાં પણ અનુભવાઇ હતી.

  • News18
  • Last Updated :
અમદાવાદ # નેપાળ ફરી એકવાર ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિવસ દરમિયાન ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી મોટો 5.7 રિક્ટર સ્કેલનો આંચકો સાંજે 5-04 કલાકે અનુભવાયો હતો. જેની થોડી અસર બિહાર સહિત ઉત્તર ભારતમાં પણ અનુભવાઇ હતી.

સામાન્ય રીતે ભૂકંપના એક મોટા આંચકા બાદ પેટાળની પ્લેટો ગોઠવાઇ જતી હોવાથી આફ્ટરશોક ઓછા અનુભવતા હોય છે. પરંતુ ગત મહિને 25મી એપ્રિલે નેપાળમાં આવેલા ભૂકંપ બાદ જાણે કે અહીં આફ્ટર શોક અટકવાનું નામ લેતા નથી. મે મહિનાની શરૂઆતથી અહીં સતત આફટર શોક અનુભવાઇ રહ્યા છે.

શનિવારે સવારથી લઇને ત્રણ આંચકા અનુભવાયા હતા. આ ત્રણેય આંચકાનું કેન્દ્ર બિન્દુ જમીનમાં 10 કિમી નીચે હોવાનું તથા કેન્દ્ર બિન્દુ અલગ અલગ નોંધાયા છે. જેમાં પ્રથમ આંચકો સવારે 9-09 કલાકે 4.2 રિક્ટર સ્કેલ તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે બીજો આંચકો 11 મિનિટ બાદ 9-20 કલાકે અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ હતી. જ્યારે ત્રીજો આંચકો સાંજે 5-04 કલાકે અનુભવાયો હતો. જેની તીવ્રતા 5.7 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી.

સાંજે આવેલા આ ભૂકંપની અસર બિહાર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અનુભવાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે જાનહાનિ કે અન્ય નુકશાની અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

15દિવસમાં 76 આંચકા અનુભવાયા

નેપાળમાં ચાલુ માસ દરમિયાન 16મી મે સુધી 76 વખત 3.1થી7.3 રિક્ટર સ્કેલના ભૂકંપના અાંચકા અનુભવાયા છે. જેનું કેન્દ્ર બિન્દુ નેપાળ આસપાસ અને જમીનથી 5થી20 કિમી નીચે નોંધાયું છે.
First published:

Tags: ભૂકંપ

આગામી સમાચાર