Home /News /national-international /

ભુકંપના આંચકાથી ફરી ઘણઘણ્યુ નેપાળ: લોકોમાં દહેશત

ભુકંપના આંચકાથી ફરી ઘણઘણ્યુ નેપાળ: લોકોમાં દહેશત

અંદાજે 9000 હજાર લોકોનો જીવ લેનારા ભિષણ ભુકંપને લગભગ બે મહિલાના બાદ નેપાળમાં ત્રણ કલાક પહેલા અનેક વિસ્તારોમાં ભુકંપના ત્રણ હળવા આંચકા અનુભવાયા હતા.

અંદાજે 9000 હજાર લોકોનો જીવ લેનારા ભિષણ ભુકંપને લગભગ બે મહિલાના બાદ નેપાળમાં ત્રણ કલાક પહેલા અનેક વિસ્તારોમાં ભુકંપના ત્રણ હળવા આંચકા અનુભવાયા હતા.

  • News18
  • Last Updated :
અમદાવાદ : અંદાજે 9000 હજાર લોકોનો જીવ લેનારા ભિષણ ભુકંપને લગભગ બે મહિલાના બાદ નેપાળમાં ત્રણ કલાક પહેલા અનેક વિસ્તારોમાં ભુકંપના ત્રણ હળવા આંચકા અનુભવાયા હતા.

રાષ્ટ્રીય ભુગર્ભ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર ભુકંપના આ ત્રણ ઝાટકા ગઈકાલ રાત્રે અનુભવાયા હતા. રાત્રીના નવ વાગે 4.3ની તીવ્રતાનો એક નવાકોટ જિલ્લામાં નોંઘાયો હતો.

જયારે 4.1ની તિવ્રતાનો બીજો ઝટકો ડોલખામાં રાત્રે 11.49 મિનીટે નોંઘાયો હતો અને ત્યારબાદ બે મિનીટના એટલે કે 11.51 મિનીટે 4.2ની રિકટર સ્કેલ પર ત્રીજો ઝટકો અનુભવાયો હતો.

જેનું કેન્દ્ર નવાકોટ-સિંઘુપલચોક હતું, 25 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ અત્યાર સુઘી નેપાલમાં 330 વખત ભુકંપના આંચકા અનુભવાયા હતા. કાલે ભારત અને ચીનના નેતૃત્વમાં વૈશ્વિક દાતાઓએ નેપાલને સાડા ત્રણ અરબ ડોલરની સહાયતા આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

નેપાલને ફરીથી ઉભુ કરવા માટે લગભગ 6.7 અરબ ડોલરની આવશ્યકતા છે. કાલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અહીં ભારત તરફથી એક અરબ ડોલરની મદદની ઘોષણા કરી હતી.
First published:

Tags: દેશ, દેશ વિદેશ, ભૂકંપ

આગામી સમાચાર