Earthquake: અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.3 નોંધાઇ
અરુણાચલ પ્રદેશમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
Earthquake in Arunachal Pradesh: દેશનાં પૂર્વોતર રાજ્યમાંથી સૌથી મોટી ખબર સામે આવી છે. અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે જ ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવ થયો છે. અરણાચલ પ્રદેશણાં સવાર સવારમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં અને અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. આ દરમિયાન કોઇપણ પ્રકારની જાનમાલનાં નુક્સાનની ખબર સામે આવી નથી.
નવી દિલ્હી: શુક્રવારની સવારે ફરી એક વખત દેશનાં પૂર્વોતર વિસ્તારમાં ભૂકંપ (Earthquake)નો જોરદાર ઝટકો લાગ્યો અને લોકોમાં ડર વધી ગયો છે. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં દિવસ ઉગતા જ ભૂકંપનો ઝટકાથી ધરતી કંપી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સીમ્સોલોજી મજુબ, આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની નોંધવામાં આવી છે. એટલું જ નહીં NSC મુજબ, ભુકંપનું કેન્દ્ર ઉત્તરમાં પાંગિન જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો મજુબ, થોડા સમયમાં ઝટકા બંધ થઇ ગયા હતાં પણ ત્યાં સુધી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અને ઘણાં સમય સુધી ઘરની બહાર જ હતાં. લોકોમાં ડરનાં માહોલ જોવા મળ્યો હતો. જોકે પ્રશાસને પેનિક ન થવાની સલાહ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપના આંચકા બાદ હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા. પ્રશાસને લોકોને શાંતિ જાળવવા અને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે.
An earthquake of magnitude 5.3 occurred at around 6:56am, 1176km North of Pangin, Arunachal Pradesh today: National Center for Seismology
તાજેતરમાં આંદામાનમાં પણ ભૂકંપ આવ્યો હતો જેના કારણે ગયા અઠવાડિયે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 70 કિમી દૂર ENE કેમ્પબેલમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 હતી. જો કે આ દરમિયાન કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર નથી.
" isDesktop="true" id="1199374" >
કચ્છમાં પણ 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ગયા અઠવાડિયે જ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં 3.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, અહીં બપોરે 12.49 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને તેનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી એક કિલોમીટર દૂર હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર