Home /News /national-international /

જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ લોકોનાં મોત, 41 ઘાયલ

જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ લોકોનાં મોત, 41 ઘાયલ

ભૂકંપ બાદ મકાનોમાં લાગી આગ

    જાપાનના પશ્ચિમ શહેર ઓસાકામાં આજે સવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર ભૂકંપના તેજ આંચકાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને અમુક મકાનોમાં આગ પણ લાગી હતી. મૃતકોમાં 9 વર્ષની બાળકી અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. ભૂકંપને કારણે 41 લોકો ઘાયલ થયા છે.

    ભૂકંપને પગલે ઓસાકા અને તત્કાસૂકીની અમુક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત ઓસાકા, શિગા, ક્યોટો અને નારામાં રેલવે સેવાઓને અસર થઈ છે.

    ભૂકંપના કારણે સમગ્ર શહેરમાં વીજળી અને ગેસ પુરવઠો અટકાવવામાં આવ્યો છે, વિમાની અને બુલેટ ટ્રેન સેવા પણ અટકાવવામાં આવી હતી. જોકે, ઓસાકા એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ની અવર-જવર શરૂ થઇ ચુકી છે.







    જાપાન મીટરોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઓસાકાનો ઉત્તર ભાગ છે. હજુ પણ ભૂકંપ આવવાની સંભાવની ચેતવણી આપી છે અને લોકોને સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Osaka, જાપાન, ભૂકંપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन