Home /News /national-international /Turkey Earthquake : તુર્કી પર કુદરતનો કહેર, 12 કલાકમાં 46 વખત ધ્રુજી ધરતી, 2000 થી વધુ મોત, 5000 ઘાયલ

Turkey Earthquake : તુર્કી પર કુદરતનો કહેર, 12 કલાકમાં 46 વખત ધ્રુજી ધરતી, 2000 થી વધુ મોત, 5000 ઘાયલ

turkey earthquake

TURKEY SYRIA EARTHQUAKE માં અત્યાર સુધીમાં 1300 લોકોના મોત (Death) થઇ ગયા હોવાના અહેવાલ છે. જ્યારે 5000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.

Earthquake in Turkey & Syria Updates : તુર્કી અને સીરિયામાં આજે ભૂંકપ (Earthquake in Turkey & Syria)ના કહેરથી તબાહી મચી છે. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8ની રહી હતી. ઝટકા એટલા તીવ્ર હતા કે બંને દેશોમાં અસંખ્ય ઇમારતો જમીનદોસ્ત (Numbers of Building Collapsed) થઇ ગઇ હતી. અહેવાલ અનુસાર અહીં છેલ્લા 12 કલાકમાં 46 વખત ધરતી ધ્રુજી હતી. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના (Earthquake in Turkey ) કારણે અત્યાર સુધીમાં 1800 લોકોના મોત (Death) થઇ ગયા હોવાના અહેવાલ છે. જ્યારે 5000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.

મૃતકોની સંખ્યા સતત વધી રહી છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે. તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મસ્જીદોમાં શરણ આપવામાં આવી રહી છે. આ તબાહીથી હજુ લોકો ઉભર્યા નહોતા કે વધુ એક ઝટકો આવ્યો હતો. રોયટર્સના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદી વિસ્તારમાં આવેલા અનેક ભૂકંપના આંચકા બાદ સીરિયાની વાણિયાસ ઓઇલ રિફાઇનરીએ 48 કલાક માટે કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

વધુ એક આંચકાથી ધ્રૂજ્યુ તુર્કી

તૂર્કીના એકીનોઝુથી 4 કિ.મી.ના દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ (earthquake struck southeast Turkey) આવ્યો છે, જેની યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (US Geological Survey)એ પુષ્ટિ કરી છે. આ દરમિયાન કાટમાળમાંથી બચાવવામાં આવેલા લોકોની સંખ્યા 2,470 પર પહોંચી ગઈ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી ઇમારતોની સંખ્યા 2,818 છે.

આ પણ વાંચો: Turkey Syria Earthquake : PM મોદીની અનુકંપા, તુર્કીના ખરાબ સમયમાં પડખે ઊભુ રહેશે ભારત, કહ્યું 140 કરોડ લોકો સાથે છે

યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાઝિયાન્ટેપથી લગભગ 33 કિલોમીટર (20 માઇલ) દૂર નુરદાગી શહેરથી લગભગ 26 કિલોમીટર (16 માઇલ) દૂર હતું. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, તે 18 કિલોમીટર (11 માઇલ) ઊંડે હતું. તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી કહરામનમારાસ પ્રાંતના પાઝારસિક શહેરમાં પહોંચી ચૂકી હતી. યુરોપિયન યુનિયન બચાવ ટીમો મોકલી રહ્યું છે અને તુર્કી માટે વધુ મદદની તૈયારી કરી રહ્યું છે.

" isDesktop="true" id="1333708" >

ભારત પણ મોકલશે મદદ

પીએમ મોદીના ઓર્ડર બાદ તુર્કીને ભારત દ્વારા મોકલવામાં આવનાર સહાયના મુદ્દે મુખ્ય સચિવ પીકે મિશ્રાએ મહત્વની બેઠક બોલાવી હતી. બેઠકમાં નક્કી થયા અનુસાર, સર્ચ અને રેક્સ્યુ અભિયાન માટે એનડીઆરએફ અને મેડિકલ ટીમ તુર્કી મોકલવામાં આવશે. આ સાથે જ રાહત સામગ્રી પણ જલદી જ તુર્કી મોકલવા માટે રવાના કરવામાં આવશે. એનડીઆરએફની બે ટીમોમાં 100 જવા હશે. જેમાં ડોગ સ્ક્વોડ પણ સામેલ છે.
First published:

Tags: Earthquakes, PM Modi પીએમ મોદી, Turkey, તુર્કી