Home /News /national-international /હવે સોલોમન આઇલેન્ડમાં 7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ભીતિ, ઇન્ડોનેશિયામાં મોતનો આંકડો 162

હવે સોલોમન આઇલેન્ડમાં 7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ભીતિ, ઇન્ડોનેશિયામાં મોતનો આંકડો 162

સોલોમન આઇલેન્ડમાં ભૂકંપ

Earthquake News: ઇન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઇલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામીની ભીતિ ઊભી થઈ ગઈ છે. બીજી તરફ ઇંડોનેશિયામાં 162 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર મળ્યા છે.

    નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન ટાપુઓના માલાંગોમાં આજે વહેલી સવારે ધરા ધ્રૂજી ઉઠી હતી.

    મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ ખૂબ જ તીવ્ર હતો, કારણ કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 માપવામાં આવી હતી. સવારે 7.33 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. ઉપરાંત ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવી પડી હતી.

    ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દૂર 

    યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.

    સુનામીનો ખતરો

    પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સોલોમન ટાપુઓમાં ખતરનાક દરિયાઈ મોજા ઉભી કરી શકે છે, પરંતુ સુનામીના વ્યાપક ખતરાની આગાહી કરી નથી. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

    ઈન્ડોનેશિયામાં 162 લોકોના મોત

    ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે.આ
    પહેલા ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. ભૂકંપ સંબંધિત ઘટનાઓને કારણે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી ડઝનેક ઈમારતોને નુકસાન થયું હતું અને શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ માટે દોડતા ઘણા લોકો ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

    જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો છે. તેમણે કહ્યું કે ભૂકંપ સમયે સાર્વજનિક શાળાઓમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈસ્લામિક શાળાઓમાં તાલીમ લઈ રહ્યા હતા. સિયાંજુરમાં સૌથી વધુ સંખ્યામાં ઇસ્લામિક રેસિડેન્શિયલ સ્કૂલ અને મસ્જિદો છે.


    2 દિવસ પહેલા પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો


    આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગકુલુરુના 202 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં 25 કિલોમીટરની ઊંડાઈએ હતું.

    આ પણ વાંચો:આ તો ધાર્યું જ નહોતું! ટ્વિટરમાં અફરાતફરી: કર્મચારીઓએ રાજીનામા આપી દેતા ઓફીસે લાગ્યા તાળા

    USGSએ જણાવ્યું કે આ પછી બીજો આંચકો આવ્યો, જેની તીવ્રતા 5.4 હતી. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે જાનહાની અથવા સંપત્તિના ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે. આ પહેલા રવિવારે મોડી રાત્રે ગ્રીસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Earthquakes, Indonesia, World news, ભૂકંપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन