Home /News /national-international /Earthquake Today: નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી રાતના સમયે 3 વખત આવ્યો જોરદાર ભૂકંપ, ગાઢ નિંદરમાંથી ઉઠી લોકો ભાગવા લાગ્યા

Earthquake Today: નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી રાતના સમયે 3 વખત આવ્યો જોરદાર ભૂકંપ, ગાઢ નિંદરમાંથી ઉઠી લોકો ભાગવા લાગ્યા

earthquake in nepal

આપને જણાવી દઈએ કે, નેપાળના બાગલુંગ અને ઉત્તરકાશીમાં આ ભૂકંપના ઝટકા એવા સમયે અનુભવાયા હતા, જ્યારે લોકો ગાઢ નીંદરમાં સુઈ રહ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ડરી ગયા અને ઘરોમાંથી બહાર નીકળી ભાગવા લાગ્યા હતા.

નવી દિલ્હી: નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી ફરી એક વાર ધરતી ધણધણી છે. નેપાળમાં એક કલાકની અંદર બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો વળી ઉત્તરકાશીમાં બુધવારે સવારે 2.19 કલાકે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 હતી. નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતા ઉત્તરકાશીથી ખૂબ વધારે હતી. ભૂકંપના ઝટકા અનુભવતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ ભષ્ટ્રાચારની ભેટ ચઢ્યો સરકારી સ્કુલમાં અભ્યાસ કરનાર 7 વર્ષનો બાળક, ગેટ પડવાથી દબાઈ જતા મૃત્યુ

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું છે કે, બુધવારે સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3 તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. એનઈએમઆરસીએ જણાવ્યું છે કે, બાગલુંગ જિલ્લાના અધિકારી અને આજૂબાજૂમાં 1.23 કલાક પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

તો વળી બીજો ભૂકંપ બાગલુંગ જિલ્લાના ખુંગા નજીક 2.07 કલાક પર આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.3 હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બુધવારે સવારે 2 કલાકને 19 મીનિટ પર ધરતી હલી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી, આ ભૂકંપના ઝટકાથી હાલમાં તો કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.

આ પણ વાંચો:"નફરત કે બાજારમાં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું": દિલ્હીમાં પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા

આપને જણાવી દઈએ કે, નેપાળના બાગલુંગ અને ઉત્તરકાશીમાં આ ભૂકંપના ઝટકા એવા સમયે અનુભવાયા હતા, જ્યારે લોકો ગાઢ નીંદરમાં સુઈ રહ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ડરી ગયા અને ઘરોમાંથી બહાર નીકળી ભાગવા લાગ્યા હતા. લોકોએ પોતાના ઘરોની ભૂકંપના કારણે ડોલવા લાગી અને તે જોઈ ભાગવા લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં શીતલહેર પણ ચાલી રહી છે.
First published:

Tags: Earthquakes, Nepal, Uttarakhand news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો