Home /News /national-international /શું દિલ્હીમાં આવશે 7.9ની તીવ્રતાનો ભૂંકપ? ડેન્જર ઝોનમાં છે આ 13 વિસ્તારો

શું દિલ્હીમાં આવશે 7.9ની તીવ્રતાનો ભૂંકપ? ડેન્જર ઝોનમાં છે આ 13 વિસ્તારો

દિલ્હીમાં આવશે 7.9ની તીવ્રતાનો ભૂંકપ

શનિવારે રાત્રે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું, જેના આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ તેમજ ઉત્તરાખંડમાં પણ અનુભવાયા હતા. એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપ આવ્યો હતો. હવે ફરી ભૂકંપ આવ્યા બાદ લોકોમાં ભય છે કે ફરી ભૂકંપ ન આવી જાય.

વધુ જુઓ ...
    શનિવારે રાત્રે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું, જેના આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ તેમજ ઉત્તરાખંડમાં પણ અનુભવાયા હતા. એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપ આવ્યો હતો. હવે ફરી ભૂકંપ આવ્યા બાદ લોકોમાં ભય છે કે ફરી ભૂકંપ ન આવી જાય.

    દિલ્હી-એનસીઆરના લોકોનો ડર પણ વાજબી છે. નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે તેની આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ ભૂકંપ આવ્યો છે ત્યારે દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા છે. આ આંચકા ખતરનાક નહોતા, પરંતુ સરકારી રિપોર્ટ અનુસાર દિલ્હીમાં લાંબા સમયથી મોટા ભૂકંપનું જોખમ છે.

    રાજધાની દિલ્હી વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં ગમે ત્યારે 7 થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે, જે ઘણી તબાહી મચાવી શકે છે. 7.9ની તીવ્રતાનો ભૂકંપ કેટલો ખતરનાક હોઈ શકે છે તેનો ખ્યાલ આ હકીકત પરથી મેળવો કે 2015માં નેપાળમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. જ્યારે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ બદલાઈ રહ્યો છે સમાજ; મહિલા શિક્ષક અને વિદ્યાર્થિનીના લગ્ન પછી વધુ એક લેસ્બિયન કપલે ધામધૂમથી લગ્ન કર્યા

    જો દિલ્હી ડેન્જર ઝોનમાં છે તો અનેક સવાલો પણ સામે છે. ઉદાહરણ તરીકે, મોટા ભૂકંપનો સામનો કરવા માટે દિલ્હી કેટલું તૈયાર છે? દિલ્હીનો કયો વિસ્તાર ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે? શું દિલ્હી ભૂકંપના તીવ્ર આંચકા સહન કરવા તૈયાર છે?

    દિલ્હીમાં બહુમાળી ઇમારતો અને ગીચ વસ્તીવાળા વિસ્તારો બંને પ્રકારના વિસ્તાર છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો ભૂકંપના જોખમી ઝોન ચારમાં આવે છે. અહીં ગમે ત્યારે 7 થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ભુજમાં 2001માં અને 2015માં એટલી જ તીવ્રતા સાથે ભારે વિનાશ થયો હતો.

    અડધાથી વધુ ઇમારતો છથી વધુ તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકશે નહીં


    દિલ્હીની ગીચ વસ્તીને જોતા, આટલી તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી તબાહીની કલ્પનાથી રૂવાંડા ઊભા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એક રિપોર્ટમાં કહ્યું હતું કે જો દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર છથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે તો મોટા પાયે જાનમાલનું નુકસાન થશે. દિલ્હીની અડધાથી વધુ ઇમારતો આવા આંચકા સહન કરી શકશે નહીં, જ્યારે ગીચ વસ્તીને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે.

    કમનસીબે, રાજધાની ધરતીકંપના જોખમોને ધ્યાનમાં રાખીને પણ પાઠ શીખી ન હતી. અહીં ન તો તેનાથી બચવાના પગલાં લેવામાં આવ્યા છે કે ન તો ઇમારતોના નિર્માણમાં કાળજી લેવામાં આવી છે.

    દિલ્હીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જાણો ક્યા વિસ્તારમાં વધુ જોખમ છે
    દિલ્હીના સિસ્મિક હેઝાર્ડ માઈક્રોઝોનેશન નામથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દિલ્હીને ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. યમુના નદીના કિનારે આવેલા મોટાભાગના વિસ્તારો, ઉત્તર દિલ્હીના કેટલાક ભાગો અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીનો થોડો ભાગ સૌથી વધુ જોખમવાળા ક્ષેત્રમાં આવે છે.

    રિપોર્ટ અનુસાર , દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ, સરિતા વિહાર, ગીતા કોલોની, શકરપુર, પશ્ચિમ વિહાર, વજીરાબાદ, રિથાલા, રોહિણી, જહાંગીરપુરી, બવાના, કરોલ બાગ, જનકપુરી ભૂકંપના સંદર્ભમાં સૌથી વધુ જોખમી ઝોનમાં છે.

    ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, બુરારી અને નજફગઢ ભૂકંપની દ્રષ્ટિએ બીજા સૌથી મોટા જોખમી વિસ્તારો છે .

    - દિલ્હીનો લ્યુટિયન ઝોન પણ હાઈ રિસ્ક વિસ્તાર છે, જો કે અહીં ખતરો એટલો નથી જેટલો પૂર્વ દિલ્હીમાં છે. લ્યુટિયન ઝોનમાં સંસદ, તમામ મંત્રાલયો અને VIPsના રહેઠાણો છે.

    - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, AIIMS, છતરપુર, નારાયણા સૌથી સુરક્ષિત ઝોનમાં છે. હૌઝ ખાસ ઓછા જોખમવાળા ક્ષેત્રમાં છે.

    શનિવારને 5.4 તીવ્રતાનો ભૂંકપ, નેપાલમાં કેન્દ્ર હતો


    દિલ્હી-એનસીઆરમાં શનિવારે ભૂકંપના ફરી એકવાર ઝટકા લાગ્યા છે. આ વખતે 54 સેકેન્ડ્સ સુધી ધરા ધ્રૂજી છે. આની પહેલા પણ મંગળવારે પણ ભૂકંપ આવ્યો હતો. આનું કેન્દ્રબિંદુ નેપાળ છે.

    દિલ્હીમાં 1720 માં આવ્યો હતો 6.5 તીવ્રતાનો ભૂંકપ


    15 જુલાઈ 1720ના રોજ રાજધાની દિલ્હીમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એટલે કે લગભગ ત્રણસો વર્ષ પહેલાં. પરંતુ ત્યારપછી દિલ્હીનું ફોર્મેટ ઘણું બદલાઈ ગયું છે. વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, સાથે સાથે બહુમાળી ઇમારતો પણ બનાવવામાં આવી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi News, Earthquakes, Uttarakhand news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन