ભૂકંપથી દિલ્હી, એનસીઆર વહેલી સવારે ધણધણી ઉઠ્યા, નુકશાનના કોઇ વાવડ નહીં

Haresh Suthar | News18
Updated: October 10, 2015, 10:59 AM IST
ભૂકંપથી દિલ્હી, એનસીઆર વહેલી સવારે ધણધણી ઉઠ્યા, નુકશાનના કોઇ વાવડ નહીં
દેશની રાજધાની દિલ્હી-એનસીઆર વિસ્તાર મોડી રાતે આવેલા ભૂકંપના ઝટકાથી ધણધણી ઉઠ્યો હતો. ભૂકંપને પગલે લોકોમાં દહેશત પ્રસરી હતી. સદનસીબે નુકશાનીના કોઇ વાવડ નથી. ભૂકંપના આ ઝટકા મોડી રાતે 1-40 વાગે આવ્યા હતા.

  • News18
  • Last Updated: October 10, 2015, 10:59 AM IST
  • Share this:
નવી દિલ્હી # દેશની રાજધાની દિલ્હી-એનસીઆર વિસ્તાર મોડી રાતે આવેલા ભૂકંપના ઝટકાથી ધણધણી ઉઠ્યો હતો. ભૂકંપને પગલે લોકોમાં દહેશત પ્રસરી હતી. સદનસીબે નુકશાનીના કોઇ વાવડ નથી. ભૂકંપના આ ઝટકા મોડી રાતે 1-40 વાગે આવ્યા હતા.

દિલ્હી એનસીઆરમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઇ હતી. ભૂકંપના ઝટકા અનુભવતા કેટલાક પરિવારો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે ભૂકંપના ઝટકા શાંત થતાં અને નુકશાન ના થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

ભૂકંપના ઝટકા દિલ્હીના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ અનુભવાયા હતા. ભૂકંપ આવવાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ સ્પષ્ટ દેખાતો હતો. અહીં નોંધનિય છે કે, નેપાળમાં થયેલી ભૂકંપની તબાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
First published: October 10, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading