મુંબઈમાં ભૂકંપનો ઝટકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા

News18 Gujarati
Updated: June 17, 2020, 6:18 PM IST
મુંબઈમાં ભૂકંપનો ઝટકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા
પ્રતિકાત્મક તસવીર

દેશના અલગ-અલગ ભાગમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના ઝટકા આવી રહ્યા છે

  • Share this:
મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝટકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 2.5 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી 103 કિમી ઉત્તરમાં છે. ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ છે. જોકે જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર નથી.

દેશનાં ઘણા દિવસોથી સતત આવી રહ્યા છે ભૂકંપ

દેશના અલગ-અલગ ભાગમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં લગભગ બે મહિનામાં 12 વખ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં પણ છેલ્લા થોડા દિવસોથી ઘણા ભૂકંપના આંચકા નોંધાયા છે.

આ પણ વાંચો - ભારતના અંડર-19 ક્રિકેટરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

ગુજરાતમાં રવિવારના દિવસે 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છમાં હતું. આ પછી સોમવારે બપોરે એક કલાકે અને સાંજે 4 કલાકે પણ કચ્છમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 અને 4.1 આંકવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 આંકવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્તાન હતું. શ્રીનગર, કિશ્તવાડ, ડોડા જિલ્લા સહિત કાશ્મીર ઘાટીના મોટાભાગમાં તેજ ઝટકા અનુભવાયા હતા.
First published: June 17, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading