ધરતી પર ફરી ન આવે કોરોના જેવો ખતરો, એ માટે 3 અંતરિક્ષ યાત્રી પહોંચ્યા સ્પેસ સ્ટેશન

News18 Gujarati
Updated: April 10, 2020, 3:47 PM IST
ધરતી પર ફરી ન આવે કોરોના જેવો ખતરો, એ માટે 3 અંતરિક્ષ યાત્રી પહોંચ્યા સ્પેસ સ્ટેશન
સ્પેસ સ્ટેશન જનારા લોકોમાં અમેરિકાના ક્રિસ કેસિડી અને રશિયાના અનાતોલી ઈવાનિશિન અને ઈવાન વાગનર સામેલ છે

ધરતીને કોરોના વાયરસ જેવા કોઈ પણ ખતરાથી બચાવવા માટે હવે ત્રણ અંતરીક્ષ યાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : પૂરી દુનિયા આ સમયે કરોના વાયરસ સામે જંગ લડી રહી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 11.52 લાખ લોકો સંક્રમિત બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે 95738 લોકોના મોત થઈ ચુક્યા છે. ધરતીને કોરોના વાયરસ જેવા કોઈ પણ ખતરાથી બચાવવા માટે હવે ત્રણ અંતરીક્ષ યાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. આ તમામ અંતરીક્ષ યાત્રીઓને રશીયન અંતરીક્ષ એજન્સી સોરકોસમોસએ સોયુઝ એમએસ-16 રોકેટથી આઈએસએસ પર મોકલવામાં આવ્યા. આ ત્રણે અંતરીક્ષ યાત્રી સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે.

સોયુઝ એમએસ-16 રોકેટથી સ્પેસ સ્ટેશન જનારા લોકોમાં અમેરિકાના ક્રિસ કેસિડી અને રશિયાના અનાતોલી ઈવાનિશિન અને ઈવાન વાગનર સામેલ છે. આ ત્રણે અંતરીક્ષ યાત્રી કઝાકિસ્તાનના બેકોનૂર કોસ્મોડ્રોમથી રવાના થયા બાદ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર 2.13 કલાકે સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે. આ એસ્ટ્રોનોટ્સ પહોંચ્યા બાદ સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટ્સની સંખ્યા 6 થઈ ગઈ છે. સ્પેસ સ્ટશન પર અમેરિકા ના એડ્રયૂ મોર્ગન, જેસિકા મીર અને રશિયાના ઓલેગ સ્ક્રિપોચકા પહેલાથી હાજર છે.

આ તમામ એસ્ટ્રોનોટ્સ હવે 195 દિવસો સુધી સ્પેસ સ્ટેશન પર રહી 160 પ્રકારના પ્રયોગ કરશે. તેમાં ભૌતિકી, ટેક્નોલોજી ડેવલપમેન્ટ, બાયોલોજી, માનવ શોધ અને પૃથ્વી વિજ્ઞાન સામેલ છે. તેના દ્વારા તે ધરતી પર આવનારી કોઈ પણ આપદા વિશે પહેલા માલુમ કરી શકશે.

ત્રણે એસ્ટ્રાનોટ્સ 17 એપ્રિલે પાછા આવશે
સ્પેસ સ્ટેશન પર પહેલાથી હાજર અંતરીક્ષ યાત્રી અમેરિકાના એડ્રયૂ મોર્ગન, જેસિકા મીર અને રશિયાના ઓલેગ સ્ક્રીપોચકા 17 એપ્રિલે ધરતી માટે રવાના થશે. આ ત્રણે એસ્ટ્રોનોટ્સ સોયૂઝ એમએસ-15 કેપ્સુલથી ધરતી પર પાછા આવશે. મેમાં સ્પેસએક્સની તરફથી પણ કેપ્સુલથી બે એસ્ટ્રોનોટ્સ સ્પેસ સ્ટેશન જઈ શકે છે. આ પહેલું પ્રાઈવેટ લોન્ચ હશે.

ના મીડિયાને મળ્યા ના પરિવારનેકોરોના વાયરસના કારણે આ મિશનની લોન્ચિંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ અંતરીક્ષ યાત્રી સ્પેસ સ્ટેશન જાય છે તો તે મીડિયાને મળે છે. પરંતુ આ વખતે એવું કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં આ ત્રણે અંતરીક્ષ યાત્રીને તેમના પરિવારને પણ નથી મળવા દેવામાં આવ્યા. અમેરિકી એસ્ટ્રનોટ્સ ક્રિસ કેસીડીએ કહ્યું કે, તેમને પોતાના પરિવારને ન મળવાનો વસવસો હંમેશા રહેશે.
First published: April 10, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading