પૃથ્વીના પરિભ્રમણ બાબતે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ (Scientists and astronomers)એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પૃથ્વી (Earth Rotating Faster) તેની સામાન્ય ગતિ કરતા વધુ ઝડપથી ફરવા લાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પૃથ્વીના પરિભ્રમણ (Earth Rotating)ની ગતિ પહેલા કરતા વધી ગઈ છે. જેના પરિણામે 29 જૂન, 2022ના રોજ પૃથ્વી (Earth)ને તેની ધરી પર ચક્કર પૂર્ણ કરવામાં 24 કલાકથી પણ ઓછો સમય લાગ્યો હતો.
આ દિવસે પૃથ્વીએ 24 કલાકમાં 1.59 મિલિસેકન્ડમાં ઓછી હતી ત્યાં જ ચક્કર પૂર્ણ કર્યું હતું. જેના કારણે વિજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે.
ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ, હાલના સમયમાં પૃથ્વીએ પોતાની ઝડપમાં ખૂબ વધારો કર્યો છે. વર્ષ 2020માં પૃથ્વીની ઝડપી ગતિને કારણે જુલાઈ મહિનાને સૌથી ટૂંકો માનવામાં આવ્યો હતો. આ પહેલા 1960ના દાયકામાં આવી સ્થિતિ જોવા મળી હતી. 19 જુલાઈએ અત્યાર સુધીનો સૌથી ટૂંકો દિવસ હતો. તે દિવસે પૃથ્વીએ 24 કલાક થવામાં 1.47 મિલિસેકન્ડની વાર હતી તે પહેલાં જ ચક્કર પૂર્ણ કરી દીધું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા વૈજ્ઞાનિકો પૃથ્વીનું પરિભ્રમણ ધીમું પડી રહ્યું હોવાનું કહેતા હતા. તેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય અર્થ રોટેશન એન્ડ રેફરન્સ સિસ્ટમ્સ સર્વિસ (આઇઇઆરએસ) એ ધીમી સ્પિનમાં લીપ સેકંડ ઉમેરવાનું શરૂ કર્યું. આ કામ 31 ડિસેમ્બર 2016 સુધી કરવામાં આવ્યું હતું. પરંતુ પછી પૃથ્વી ઝડપથી ફરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે પૃથ્વીના પરિભ્રમણની ગતિ ઝડપી બની રહી હોવાનું અણુ ઘડિયાળોએ પણ દર્શાવ્યું છે.
વિજ્ઞાનિકોનું શું માનવું છે?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ફેરફારો કોર, મહાસાગરો, ભરતી કે આબોહવાના આંતરિક અને બાહ્ય સ્તરોમાં વારંવાર થતા ફેરફારોને કારણે થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ તો એવું પણ સૂચવ્યું છે કે દિવસનો ઘટતો જતો સમયગાળો ચાંડલર વોબલ સાથે સંકળાયેલો હોઈ શકે છે, જે પૃથ્વીના પરિભ્રમણની ધરીમાં નાનું ડેવીએશન છે.
પૃથ્વીની ઝડપના કારણે નેગેટિવ સેકન્ડ લીપ થઈ શકે છે. જે આઇટી સિસ્ટમ માટે વિવિધ સમસ્યાઓ સર્જી શકે છે. મેટાએ તાજેતરમાં એક બ્લોગ પ્રકાશિત કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સેકન્ડ લીપથી વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓને ફાયદો થશે. પરંતુ આવું કરવું ખતરનાક છે, તે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર