હવે શોધી શકાશે 4000 વર્ષ પહેલા ધૂમકેતુમાંથી થયેલી ઉલ્કાવર્ષા, શોધમાં કરાયો દાવો
હવે શોધી શકાશે 4000 વર્ષ પહેલા ધૂમકેતુમાંથી થયેલી ઉલ્કાવર્ષા, શોધમાં કરાયો દાવો
(તસવીર - shutterstock)
આજે પૃથ્વી પર રહેતા દરેક માણસને આકાશી દુનિયામાં થતી અવનવી હલચલ વિશે જાણવાની ખૂબ ઇચ્છા રહે છે. હજુ પણ એવા ઘણા આકાશી રહસ્યો છે, જેના પરથી વૈજ્ઞાનિકો પણ પડદો હટાવી શક્યા નથી
લોકો તારાઓને હંમેશા પોતાના અસ્તિત્વ સાથે જોડતા આવ્યા છે. આજે પૃથ્વી પર રહેતા દરેક માણસને આકાશી દુનિયામાં થતી અવનવી હલચલ વિશે જાણવાની ખૂબ ઇચ્છા રહે છે. હજુ પણ એવા ઘણા આકાશી રહસ્યો છે, જેના પરથી વૈજ્ઞાનિકો પણ પડદો હટાવી શક્યા નથી. ઘણા લોકો તૂટતા તારાઓ જોઇ તેને પોતાની કિસ્મત સાથે જોડે છે. આ તૂટતા તારાઓ હકીકતમાં ઉલ્કા હોય છે, જેની પૃથ્વીની સપાટીએ પહોંચવાની સંભાવના ન બરાબર હોય છે. જ્યારે એકસાથે ઘણી બધી ઉલ્કાઓ દેખાય છે, ત્યારે તેનું કારણ ધૂમકેતુ હોય છે. હાલમાં જ શોધકર્તાઓએ દાવો કર્યો છે કે, તેઓ તે ઉલ્કાઓને પણ શોધી શકશે જે 4000 વર્ષ પહેલા ધૂમકેતુ દ્વારા નીકળી હતી.
ધૂમકેતુ શું હોય છે?
ધૂમકેતુ ગેસ, ધૂળ, તારાઓની ધૂળ અને પથ્થર, બરફના ટૂકડાઓથી બનેલ ખગોળીય પીંડ હોય છે. તેઓ સૂર્યની આસપાસ ફરે છે અને તેમની કક્ષા બે કે ત્રણ વર્ષથી 70 હજાર વર્ષ સુધીની હોઇ શકે છે. તાજેતરમાં સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટીટ્યૂટ, સેટીના ખગોળવિદોએ દાવો કર્યો છે કે, તેઓ એટલા જૂના ધૂમકેતુની ઉલ્કાઓની પણ ઓળખ કરી શકે છે.
નાસા અને સેટીની સહયોગી પરીયોજના
આ ક્ષમતા નાસા અને સેટીના સહયોગ દ્વારા ચલાવાઇ રહેલ કેમેરાઝ ફોર ઓલસ્કાઇ મીટિયોર સર્વિલિએન્સ એટલે કે કેમ્સ પરીયોજનામાં જોડાયેલ નવા નેટવર્કના કારણે આવી છે. ઇકારસ જર્નલના સપ્ટેમ્બર સંસ્કરણમાં પ્રકાશિત મીટિયોર શાવર સર્વે અનુસાર આ નેટવર્ક ઓસ્ટ્રેલિયા, ચિલી અને નામીબિયામાં સ્થાપિત કરાયા છે. જે ખગોળવિદોને રાતમાં થનાર ઉલ્કાવર્ષાની સારી અને સંપૂર્ણ તસવીર બનાવવામાં મદદરૂપ થાય છે.
આ જ નવી ક્ષમતાનું પરીણામ છે કે વૈજ્ઞાનિકો આ દાવો કરી રહ્યા છે કે તે દર 4 વર્ષમાં પૃથ્વીની નજીક પસાર થતા ધૂમકેતુઓ દ્વારા તેમના રસ્તામાં રહી જતા અવશેષોની પણ તપાસ કરી શકે છે. તેને પૃથ્વીની પાસેથી પસાર થતા પિંડોની ઓળખ કરવા માટે ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
શું જાણવા મળશે
સેટી સંસ્થા દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં સંસ્થાના એક ખગોળવીદ અને ઉલ્કા સર્વેક્ષણના એક લેખક પીટર જેનિસ્કેન્સએ જણાવ્યું કે, તેનાથી 2000 ઇસા પૂર્વે સુધીમાં પૃથ્વી પાસે આવેલા ધૂમકેતુઓની તે સમયની સ્થિતિ વિશે જાણકારી આપી શકાશે. એટલું જ નહીં તેનાથી તે પણ ખબર પડશે કે તેમાંથી ક્યા ધૂમકેતુએ પૃથ્વી પર ખતરનાક ઉલ્કા વર્ષા કરી હતી.
એક વિસ્તૃત સર્વેક્ષણ સંભવ થશે
જેનિસ્કેન્સ આ કેમ્સ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ અભિયાનમાં લો લાઇટ વીડિયો કેમેરાઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેનાથી રાત્રી આકાશમાં દેખાતી ઉલ્કાવર્ષાનું અવલોકન અને ત્રિકોણમિતિ સર્વેક્ષણ કરી શકાશે. આ અભિયાનમાં ઉલ્કાપિંડો અને તેના ધૂમકેતુઓની કક્ષા અને પ્રેક્ષપ પથને માપવાનું કામ પણ સામેલ છે.
શું થાય છે જ્યારે ધૂમકેતુ સૂર્યની નજીક આવે છે
જ્યારે કોઇ એક નાના શહેરના આકારનો બરફાચ્છાદિત ધૂમકેતુ સૂર્યની પાસેથી પોતાની કક્ષમાં પસાર થાય છે, ત્યારે તે ગરમ થવાથી પોતાની પાછળ ગેસ અને ધૂળ છોડે છે. આ ગરમ ધૂમકેતુ ગ્રહોથી પણ વિશાળ સળગતા માથામાં પરીવર્તિત થાય છે અને તેની ધૂળ અને ગેસની બનેલી પૂંછ લાખો કિલોમીટર લાંબી થઇ જાય છે. જે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે.
ધૂમકેતુમાંથી નિકળતા અવશેષ તેનાથી અલગ થઇ જાય છે. જેને ઉલ્કા કહેવાય છે. જો આ ઉલ્કા પૃથ્વીની પાસે હોય તો તે વાયુમંડળમાં પ્રવેશી જાય છે અને તૂટતા તારના સ્વરૂપે દેખાય છે. જેને ઉલ્કાવર્ષા પણ કહેવાય છે. રસપ્રદ વાત એ છેકે તૂટતા તારા જેવી ચમક ઉલ્કામાંથી નહીં પરંતુ આપણા ગ્રહના વાયુમંડળમાં થતા ઘર્ષણના કારણે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર