ન્યૂ દિલ્હી: તમને જાણીને આશ્ચર્ય લાગશે પણ એ હકીકત છે કે, પૃથ્વી પર ગ્રીનરી વધી છે. 20 વર્ષ પહેલા પૃથ્વી પર જે ગ્રીનરી હતી તેના કરતા હાલ વધારે છે. આ વિગતો નેશનલ એરોનોટિક્સ સ્પેશ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા આપવામાં આવી છે.
નાસાનાં જણાવ્યા પ્રમાણે, પૃથ્વી પર 20 વર્ષ પહેલા જેટલા વૃક્ષો હતા તેના કરતા હાલ વધારે છે. નાસાએ એમ જણાવ્યું કે, પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા વધી રહી છે તેની પાછળ ભારત અને ચીનની મહત્વની ભૂમિકા છે. કેમ કે, આ બંને દેશોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.
2017માં પાંચમી જુલાઇનાં રોજ ભારતે 66 મિલિયન વૃક્ષો એક જ દિવસમાં વાવ્યા હતા. આ વૃક્ષો નર્મદા નદીનાં કાંઠે મધ્યપ્રદેશમાં વાવવામાં આવ્યા હતા. આ એક રીતે વિશ્વ રેકોર્ડ હતો. આ પહેલા ઉત્તર પ્રદેશમાં સ્વંયસેવકોએ 800000 વૃક્ષો એક જ દિવસમાં વાવ્યા હતા.
નાસાનાં અહેવાલ પ્રમાણે, વિશ્વની ત્રીજા ભાગની ગ્રીનરી ચીન અને ભારતમાં છે. પણ વિશ્વની માત્ર નવ ટકા જમીનમાં વેજિટેશન છે. નાસાનાં તારણથી આશ્ચર્ય થયું છે. કેમ કે, સામાન્ય કલ્પના એવી છે કે, જે દેશમાં વસ્તી વધારે હોય ત્યાં કુદરતી સંસાધનોનું શોષણ વધુ થતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1990નાં અરસામાં પહેલી વખત પૃથ્વીની ગ્રીનરી વિશે જાણવા મળ્યુ હતું. 20 વર્ષ પહેલાનાં આ ડેટા સાથે હાલનાં ડેટા સાથે સરખામણી કરવામાં આવે છે અને અંદાજ લગાવવામાં આવે છે કે, દુનિયામાં કેટલી ગ્રીનરી વધી.
જળવાયુ પરિવર્તનનાં થઇ રહેલા પરિવર્તન સામે લડવા માટે ભારતે મોટા પ્રમાણમા વૃક્ષો વાવવાની ઝૂંબેશ ઉપાડી છે. 2015માં પેરિસમાં થયેલી સંધીમાં ભારતે કહ્યું હતું કે, જંગલને ઘાટુ કરવા માટે દેશનાં 12 ટકા વિસ્તારને ગ્રીન કરશે અને 6 બિલીયન ડોલર ખર્ચ કરશે. આ માટે ભારત જંગલનો વિસ્તાર પણ વધારશે.
ચીને પણ ગ્રીન કવર વધારવા માટે આ પ્રકારનાં પ્રોજેક્ટ હાથ ધર્યા છે. સંશોધન એમ જણાવે છે કે, ભારતમાં જે ગ્રીન કવર દેખાય છે તેની પાછળ કારણ એ છે કે, દેશમાં 82 ટકા વિસ્તારમાં ફૂડ ક્રોપને કારણે છે. જે ગ્રીન દેખાય છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર