નવી દિલ્હી: અમેરિકામાં નાસા (NASA) અને નેશનલ એન્ડ એટમૉસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (National Oceanic and Atmospheric Administration)ના વૈજ્ઞાનિકોને સ્ટડી દરમિયાન જાણવા મળ્યું છે કે 2005થી 2019ના 14 વર્ષના સમયગાળા દરમિયાન પૃથ્વીના વાયુમંડળમાં ગરમી વધીને બમણી થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો અનુસાર જો આ પ્રમાણે જ ઊર્જામાં અસંતુલન જળવાશે તો આગામી 10 વર્ષોમાં ખૂબ જ જોખમયુક્ત જળવાયુ પરિવર્તન (Climate change) આવી શકે છે. નાસા CERESના ચીફ ઈન્વેસ્ટીગેટર અને આ સ્ટડીને લીડ કરતા નોર્માન લોબે જણાવ્યું કે, ‘જે પણ પરિણામ પ્રાપ્ત થયા છે તે ખૂબ જ જોખમકારક હતા.’
વૈજ્ઞાનિકોએ બે અલગ અલગ મેઝરમેન્ટ પરથી ડેટા એકત્ર કર્યા છે. એક નાસાના CERESમાં સેટેલાઈટ સેંસરના સમૂહ દ્વારા અને બીજું અર્ગો દ્વારા વિશ્વના મહાસાગરોનું તાપમાન અને તેની તરલતા માપવા માટે તરતો મૂકવામાં આવ્યો. બંને ડેટા પરથી તરણ કાઢવામાં આવ્યું કે, પૃથ્વીની 90% ગરમી મહાસાગરમાં જાય છે, સમુદ્રના તાપમાનની રૂપરેખા પેટર્ન માટે નિર્ણાયક ડેટા પ્રદાન કરી શકે છે.
લોબે વધુમાં જણાવ્યું કે, “પૃથ્વીના ઊર્જા અસંતુલનમાં ફેરફાર જોવાની આ બે પ્રક્રિયા ખૂબ જ વાસ્તવિક પરિણામ આપે છે. આ પ્રક્રિયાના પરિણામ વિશ્વાસ અપાવે છે કે હાલમાં જે પણ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે એક માત્ર તથ્ય નથી, પરંતુ વાસ્તવિક ઘટના છે.”
સ્ટડી અનુસાર માનવ ગતિવિધિઓ દ્વારા ઉત્પાદિત ગ્રીનહાઉસ ગેસમાં થઈ રહેલી વૃદ્ધિને કારણે ગ્લોબલ વોર્મિંગમાં વૃદ્ધિ થઈ છે. પૃથ્વીના વાયુમંડળમાં બાષ્પીભવનમાં વૃદ્ધિને કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સમુદ્રી બરફ અને વાદળો ઘટવાને કારણે સૂર્યમાંથી આવતી ઊર્જાનું અવશોષણ વધી રહ્યું છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સ્ટડી માત્ર દીર્ઘકાલીન જળવાયુ પરિવર્તનની સરખામણીમાં એક સ્નેપશોટ છે, જેનાથી વૈજ્ઞાનિકો નિશ્ચિતરૂપે અનુમાન લગાવી શકતા નથી. આ સ્ટડી 15 જૂને જિઓફિઝીકલ રિસર્ચ લેટરમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જળવાયુ પરિવર્તનના કારણે પ્રકૃતિ પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર