Home /News /national-international /Sign of lungs cancer: અચાનક સિગરેટ છોડવાની ઈચ્છા! શરીરમાં આવતા 5 બદલાવ ઘાતક કેન્સર અંગે કરે છે એલર્ટ

Sign of lungs cancer: અચાનક સિગરેટ છોડવાની ઈચ્છા! શરીરમાં આવતા 5 બદલાવ ઘાતક કેન્સર અંગે કરે છે એલર્ટ

સિગરેટ છોડવાની અચાનક ઈચ્છા, શું સંકેત આપે છે?

Early Sign of Lungs Cancer: કેન્સર એવી ગંભીર બીમારી છે કે તેનું નામ પડતા લોકોના હાંજા ગગડી જતા હોય છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેમને પણ કેન્સર થાય તે પહેલા કેટલાક સંકેત મળે છે. જો તેને નજરઅંદાજ ના કરવામાં આવે તો લગભગ જીવ બચાવી શકાય છે.

વધુ જુઓ ...
    કેન્સરનું નામ પડતા જ વ્યક્તિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી દશા થઈ જતી હોય છે. શરીરમાં જાણે અચાનક કંઈક થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાવા લાગે છે. વિજ્ઞાન આટલું આગળ વધી ગયું હોવ છતાં કેન્સરનો ફુલુપ્રૂફ ઈલાજ શોધી શક્યો નથી. શરીરમાં ઘણાં એવા સંકેત મળતા હોય છે કે જેના આધારે કેન્સર વિશે શરુઆતના તબક્કામાં જ જાણ થઈ શકે છે. જોકે, સામાન્ય રીતે લોકો આ પ્રકારના સંકેતને નજરઅંદાજ કરતા હોય છે અને પછી તે કેન્સર તેમને અંતિમ સ્ટેજ સુધી લઈ જાય છે.

    WHO મુજબ 2020માં એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા છે. દર 6માંથી એક વ્યક્તિના મોત માટે કેન્સર જવાબદાર છે. જેમાં મોટાભાગના કેસ બ્રેસ્ટ કેન્સરથી થનારા મોત છે. આ પછી ફેફ્સના કેન્સર બીજા નંબર પર આવે છે. 22 લાખ લોકોના મોત દર વર્ષે ફેફસાના કેન્સરના કારણે થાય છે. ફેફસાના કેન્સર માટે મુખ્ય રૂપે સિગરેટ, દારુ, તંબાકુ, ગુટખા વગેરે જવાબદાર છે. જો સમયે ફેફ્સના સંકેતો પર ધ્યાન આવામાં આવે તો ઘાતક બીમારીથી બચી શકાય છે.

    અચાનક સ્મોકિંગ છોડવાની ઈચ્છા થવી


    કંપાસ ઓન્કોલોજીની વેબસાઈટ મુજબ ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ્સ કેન્સરના જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવાયું છે કે કેટલાક લોકોને અચાનક જ સ્મોકિંગ છોડવાની ઈચ્છા થઈ જતી હોય છે, જેઓ પહેલા કોઈ સ્થિતિમાં સ્મોકિંગ છોડતા નથી. પરંતુ આ વ્યક્તિ એક સમયે અચાનક સિગરેટ છોડી દે છે. સિગરેટ પ્રત્યે તે વ્યક્તિને ધ્રૂણા થવા લાગે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે મોટાભાગના લોકોમાં ફેફસાના કેન્સરના લક્ષ્ણો મળે છે.

    રિસર્ચમાં જાણવા મળ્યું કે 115 દર્દીઓમાંથી 48 ટકા દર્દીઓ અચાનક સ્મોકિંગ છોડ્યું હતું. રિસર્ચર્સને સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે ફેફસાના કેન્સરની ગાંઠમાંથી એવો પદાર્થ સ્ત્રાવ થાય છે કે જે નિકોટિનની લતને છોડાવી શકે છે.

    ફેફસાના કેન્સરના અન્ય 5 સંકેત


    વેબસાઈટ મુજબ લંગ કેન્સરના કેટલાક અન્ય પણ સંકેત છે કે જેને શરીરમાં થનારા ફેરફારના આધારે ઓળખી શકાય છે. જેમાંથી એક જ અવાજમાં ભારે પણું આવવું. આ સિવાય વધારે તરસ લાગવી અને જલદી-જલદી પેશાબ થવો પણ ફેફસાના કેન્સરના સંકેત છે. કારણ કે ફેફસાનું કેન્સર શરીરના બાકી ભાગોમાં ફેલાવા લાગે છે જેના કારણે શરીરમાં સોજા ચઢે છે. આ સિવાય છાતી ભારે લાગવી, વજન ઘટવું, નબળાઈ આવી જવી, હાથ સુન્ન થવા તે પણ કેન્સરના લક્ષણ છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Cancer Alert, Cancer Sign, Female Health, Health Tips, Smoking

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन