Home /News /national-international /

આસિયાન મંચથી વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન પર નિશાન સાધ્યું, દક્ષિણ ચીન સાગરમાં વિશ્વસનીયતાનું સંકટ વધ્યું

આસિયાન મંચથી વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન પર નિશાન સાધ્યું, દક્ષિણ ચીન સાગરમાં વિશ્વસનીયતાનું સંકટ વધ્યું

એસ. જયશંકરે ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન અને ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ

એસ. જયશંકરે ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન અને ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ

  નવી દિલ્હીઃ ચીન (China)ને પરોક્ષ સંદેશ આપતા ભારતે દક્ષિણ ચીન સાગર (South China Sea)માં વિશ્વાસ ખતમ કરવાના ‘પગલાં તથા ઘટનાઓને’ લઈ શનિવારે ચિંતા વ્યક્ત કરી અને એ વાત પર ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન અને ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.

  વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar)એ 15મી પૂર્વ એશિયા શિખર બેઠકને સંબોધિત કરી અને તેમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્ર વિશે વાત કરી.

  વિદેશ મંત્રીએ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે હાલમાં જ અનેક દેશો તરફથી ઘોષિત નીતિઓનો હવાલો આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સહયોગને લઈને પ્રતિબદ્ધતા હોય તો વિભિન્ન દૃષ્ટિકોણનું સમાયોજન રાખવું ક્યારેય પડકારરૂપ નહીં હોય.

  આ પણ વાંચો, 1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય, જાણે કેવી રીતે મળશે ફાસ્ટેગ

  આ ડિજિટલ શિખર બેઠકની અધ્યક્ષતા વિયતનામના વડાપ્રધાન ગુયેન જુઆન ફુકે આસિયાન પ્રમુખ તરીકે કરી. ઇએએસના તમામ સભ્ય દેશ તેમાં સામેલ થયા. આ સમૂહમાં આસિયાન (ASEAN)ના 10 દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને રશિયા સામેલ છે.

  વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇએએસના અગત્યતાનું પુનરાવર્તન કર્યું અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન, ક્ષેત્રીય અખંડતા તથા સંપ્રભુતાનું સન્માન કરવા અને નિયમ આધારીત વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાની જરૂરીયાત પર ભાર મૂક્યો.

  આ પણ વાંચો, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે પોતાના પસંદગીના કૂતરાની ‘સોનાની મૂર્તિ’ રસ્તા વચ્ચે સ્થાપી

  તેઓએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ચીન અને ભારતની વચ્ચે પૂર્વ લદાખમાં સરહદ પર ઘર્ષણ ચાલી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગર તથા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પણ બીજિંગનું વિસ્તારવાદી વલણ જોવા મળી રહ્યું છે.
  એસ. જયશંકરે કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે ભારતે ભરેલા પગલાં વિશે પણ આ શિખર બેઠકમાં વાત કરી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: India China Conflict, S Jaishankar, ચીન, ભારત

  આગામી સમાચાર