નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)વંશવાદની રાજનીતિની (dynastic politics)વિરુદ્ધ છે અને હાલમાં ખતમ થયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections)તેના કારણે ઘણા સાંસદોના પુત્ર-પુત્રીઓને ટિકિટ મળી શકી નથી. તેમણે આ વાત ભાજપા સંસદીય દળની (Parliamentary party meeting)બેઠકમાં કહી હતી. બેઠકમાં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને સત્તામાં વાપસી કરનાર પ્રધાનમંત્રી મોદી અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાનું શાનદાર અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના મતે પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પરિવારવાદી રાજનીતિ પર ઘણો પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું કે આજે દેશનો સૌથી મોટો શત્રુ પરિવારવાદી રાજનીતિ છે કારણ કે પરિવારવાદના કારણે જ જાતિવાદની રાજનીતિને પ્રોત્સાહન મળે છે. આ માટે જવાબદાર છે પરિવારવાદી રાજનીતિક દળ. જેથી પરિવારવાદી રાજનીતિને ખતમ કરવા સુધી આપણી આ લડાઇ ચાલતી રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણી પાર્ટીમાં ઘણા સાંસદોના બાળકોને ટિકિટ આપવામાં આવી નથી જો તેમને ટિકિટ ના આપવી પાપ છે તો હા મેં પાપ કર્યું છે. તેની જવાબદારી લઉં છું. કારણ કે આ પણ પરિવારવાદી રાજનીતિમાં જ આવે છે અને આપણે તેને ખતમ કરવાની છે.
આ સાથે પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે આજે પોત-પોતાના વિસ્તારમાં હારેલા 100-100 બૂથોનું આકલન કરે અને એક રિપોર્ટ તૈયાર કરો કે આપણે કેમ હાર્યા. જેથી તે હારના કારણોની સમીક્ષા કરી શકાય અને આગળ ઠીક કરી શકાય.
કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ
સૂત્રોના મતે સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કાશ્મીરી હિન્દુઓ અને પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે સત્યને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પહેલા બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનની સ્થિતિ પર વિસ્તારથી પ્રેઝેન્ટેશન આપ્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ પોતાના દેશના બાળકોને સુરકક્ષિત લાવવાનો દરેક સંભવ પ્રયત્ન કર્યો. પુતિન અને ઝેલેન્સ્કી સાથે વાત કરી અને પોતાના બાળકોને સુરક્ષિત લઇને આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર