રાહુલ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડશે તો સચિન પાયલટ પણ ધારાસભ્યો સાથે છોડશે પદ

News18 Gujarati
Updated: May 29, 2019, 7:24 AM IST
રાહુલ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડશે તો સચિન પાયલટ પણ ધારાસભ્યો સાથે છોડશે પદ

  • Share this:
લોકસભા ચૂંટણી 2019ના પરિણા આવ્યા બાદ હારેલી કોંગ્રેસમાં એક પછી એક રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપી દીધું છે, જે હાલ મંજૂર કરાયું નથી. એવામાં વધુ એક સમાચાર મળી રહ્યાં છે કે રાજસ્થાન સરકારમાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પદ છોડી શકે છે.

એક સમાચાર એજન્સી આઇએએનએસનું કહેવું છે કે વાયનાડમાંથી સાંસદ ચૂંટાયેલા રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવાની સ્થિતિમાં સચિન પાયલટ પણ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. IANSએ ટ્વીટ કર્યું છે કે જો રાહુલ ગાંધી પાર્ટીમાં પોતાનું સર્વોચ્ચ પદ છોડશે તો સચિન પણ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પદ છોડી શકે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સચિન પોતાના ધારાસભ્યોની ટીમની સાથે પદ છોડશે.

અહીં ક્લિક કરી વાંચોઃ મોરબીના ખેડૂતે મોદી PM બને તે માટે રાખેલી માનતા પૂરી થતા કર્યું આવું

આ પહેલા મંગળવારે જ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની વાત બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ પણ રાજીનામાની વાત વહેતી થઇ હતી.

પાર્ટીના પ્રદેશ સચિવ સુશીલ અસોપાએ એક મોટું નિવેદન આપતા ગેહલોત vs પાયલટ જંગને ફરી હવા આપી, જ્યારે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસની હારનું કારણ સચિન પાલયટને મુખ્યમંત્રી ન બનાવવાનું છે. અસોપાએ રાજસ્થાનમાં કોંગ્રેસની જબરદસ્ત હાર બાદ મુખ્યમંત્રી બદલવાની પણ માગ કરી. તેઓએ કહ્યું કે મુખ્યમંત્રી ગેહલોતની જગ્યાએ સચિન પાયલટને બનાવવામાં આવ્યા હોત તો આવી હારનો સામનો કરવો ન પડ્યો હોત.
First published: May 28, 2019
વધુ વાંચો
अगली ख़बर