નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ધનંજય વાઈ. ચંદ્રચૂડ બુધવારે મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કર્યા છે.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50માં સીજેઆઈ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના કામકાજથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. જ્યાં તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા, જે વ઼ડી અદાલતના ઈતિહાસમાં કોઈ સીજેઆઈના સૌથી લાંબા કાર્યકાળ રહ્યો છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા.
Delhi | President Droupadi Murmu administered the oath of office to Justice DY Chandrachud as the 50th Chief Justice of India in succession to Justice Uday Umesh Lalit, in Rashtrapati Bhavan. pic.twitter.com/R4Z3e4cDMr
ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષ માટે આ પદ રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમરમાં અવકાશગ્રહણ કરશે. તેઓ ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લેશે. જેમણે 11 ઓક્ટોબરે પોતાના ઉત્તરાધિકારી બનાવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને 17 ઓક્ટોબરે આગામી સીજેઆઈ નિયુક્ત કર્યા હતા.
ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 11 નવેમ્બર 1959ના રોજ જન્મ્યા અને 13 મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદોન્નત થયા. તેઓ કેટલીય સંવિધાન પીઠ અને ઐતિહાસિક નિર્ણય આપનારી સંવૈધાનિક પીઠનો ભાગ રહ્યા હતા. તેમાં અયોધ્યા ભૂમિ વિવાદ, આઈપીસીની કલમ 377 અંતર્ગત સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવું, આધાર યોજનાની વૈધતા સાથે જોડાયેલા કેસ, સબરીમલા કેસ, સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવું, ભારતીય નૌસેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવા જેવા નિર્ણયોમાં તેઓ સામેલ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર