હરિયાણા ચૂંટણી : દુષ્યંત ચૌટાલાની નજર CMની ખુરશી પર, કૉંગ્રેસની ઉપમુખ્યમંત્રીની ઑફર ઠુકરાવી

હરિયાણામાં ચૂંટણી પરિણામોને જોતાં દુષ્યંત ચૌટાલાની જેજેપી કિંગમેકરની ભૂમિકામાં છે

હરિયાણામાં ચૂંટણી પરિણામોને જોતાં દુષ્યંત ચૌટાલાની જેજેપી કિંગમેકરની ભૂમિકામાં છે

 • Share this:
  ચંદીગઢ : હરિયાણા (Haryana)થી મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવાય છે કે દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)એ કૉંગ્રેસ (Congress)ની તરફથી ઑફર કરવામાં આવેલા ઉપમુખ્યમંત્રીપદ (Deputy CM)ને ઠુકરાવી દીધું છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)ના વલણોમાં ત્રિશંકુ વિધાનસભા (Hung Assembly)ની શક્યતાઓ વચ્ચે નવા ગઠબંધનની કવાયત પણ શરૂ થઈ ચૂકી છે. દુષ્યંત ચૌટાલાની નવી શરૂ થયેલી જનનાયક જનતા પાર્ટી (JJP) કિંગમેકર (King Maker)ની ભૂમિકામાં ઉભરીને સામે આવી છે. એવામાં બીજેપી અને કૉંગ્રેસ બંને પાર્ટી દુષ્યંત ચૌટાલાને સાધવાનો પ્રયાસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે જેજેપી પ્રુમખને પોતાના પક્ષમાં કરવા માટે ઉપમુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યો હતો. આવી રહેલા અહેવાલો મુજબ, દુષ્યંતે આ ઑફરને ઠુકરાવી દીધી છે.

  હરિયાણાની સત્તાની ચાવી જેજેપીની પાસે

  પાર્ટીના શાનદાર પ્રદર્શન પર જેજેપી પ્રમુખે કહ્યુ કે, હું સૌનો આભાર માનું છું અમને વોટ આપવા માટે. એક પણ મંત્રી નથી જીતી રહ્યા. વલણ સારા છે. એક એક સાથીની મહેનતનું પરિણામ છે. જે લોકો અમને બાળકોની પાર્ટી કહેતા હતા આજે હારી ગયા છે. આ પહેલા સવારે દુષ્યંતે કહ્યુ હતું કે કૉંગ્રેસ અને બીજેપી બંને પાર્ટી 40 સીટ જીતી નહીં શકે. હરિયાણાની સત્તાની ચાવી જેજેપીની પાસે રહેશે. જેમ-જેમ વલણો આવી રહ્યા છે, દુષ્યંત ચૌટાલાની વાત સાચી લાગી રહી છે. હવે દુષ્યંત ચૌટાલાને પોતાના પક્ષમાં કરવા માટે બીજેપી અને કૉંગ્રેસ લાગી ગયા છે.

  બીજેપીએ બાદલને આપી જવાબદારી

  સૂત્રોનું કહેવું છે કે, બીજેપીએ દુષ્યંત ચૌટાલાને સમજાવવા માટે પ્રકાશસિંહ બાદલને જવાબદારી સોંપી છે. બાદલ પરિવારના ચૌટાલા પરિવાર સાથે સારા સંબંધ છે. જ્યારે અજય અને અભય ચૌટાલાની વચ્ચે આઈએનએલડી પર કબજાને લઈ ઝઘડો થયો હતો તો પણ બાદલ પરિવારે મધ્યસ્થતા કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ સફળ નહોતો રહ્યો. અંતે ડિસેમ્બર 2018માં અજય ચૌટાલાના દીકરાઓ દુષ્યંત અને દિગ્વિજયે સાથે મળી જનનાયક જનતા પાર્ટીની રચના કરી હતી.

  આ પણ વાંચો, 319 દિવસ જૂની JJP હરિયાણામાં કેવી રીતે કિંગમેકર બની?
  Published by:Mrunal Bhojak
  First published: