Video: હુબલીમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક, એક યુવકની અટકાયત
હુબલીમાં રોડ શો દરમિયાન પીએમ મોદીના કાફલા પાસે યુવક ફુલોની માળા લઇ પહોંચી ગયો (ફાઇલ ફોટો)
આ સાથે જ હુબલી પોલીસ કમિશનરનું કહેવું છે કે, આ કોઇ સુરક્ષામાં ચૂંક નથી. યુવક બેરીકેટની પાસે જ ઉભો હતો અને તેના હાથમાં ફુલોની માળા હતી જે તે પ્રધાનમંત્રીને પહેરાવવા માંગતો હતો. જોકે પીએમનો કાફલો તેની પાસે જ પહોંચતા તે યુવક બેરીકેટ કૂદીને રોડ શોમાં પહોંચી ગયો હતો
હુબલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 26માં રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમિયાન એક યુવકે સુરક્ષા કોર્ડન તોડીને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તરત જ તે વ્યક્તિને ત્યાંથી હટાવી દીધો હતો. આ પછી પીએમ મોદી લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધ્યા હતા.
ખરેખરમાં હુબલીમાં રોડ શો દરમિયાન પીએમ મોદીના કાફલા પાસે યુવક ફુલોની માળા લઇ પહોંચી જતા આ હુબલી પોલીસની એક મોટી ચૂંક ગણી શકાય છે. પીએમ મોદીના આ રોડ શોના સંપૂર્ણ કાર્યક્રમની જાણકારી એસપીજી પાસે હતી છતા પીએમ મોદીના કાફલા સુધી આ યુવક કેવી રીતે પહોંચી ગયો તે વિશે કોઇ જાણકારી સામ આવી નથી પરંતુ હાલમાં તે યુવકને ડીટેઇન કરવામાં આવ્યો છે અને તેની પાસે પૂછપરછ કરવામાં આવી રહી છે.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
આ સાથે જ હુબલી પોલીસ કમિશનરનું કહેવું છે કે, આ કોઇ સુરક્ષામાં ચૂંક નથી. યુવક બેરીકેટની પાસે જ ઉભો હતો અને તેના હાથમાં ફુલોની માળા હતી જે તે પ્રધાનમંત્રીને પહેરાવવા માંગતો હતો. જોકે પીએમનો કાફલો તેની પાસે જ પહોંચતા તે યુવક બેરીકેટ કૂદીને રોડ શોમાં પહોંચી ગયો હતો અને પીએમ મોદીના હાથમાં માળા આપી દીધી હતી. જોકે પીએમ મોદીએ તે માળાને પોતાની કારના કાફલાની આગળ મૂકી દીધી હતી.
વધુમાં હુબલી પોલીસ કમિશનરનું કહેવું છે કે પીએમ મોદીના રોડ શોમાં કોઇ સિક્યોરિટી બ્રીજ થયુ નથી. ત્યાં જ જે યુવકની અટકાયત કરવામાં આવી છે તેના વિશે વધુ માહિતી સામે આવી નથી. ડિટેઇન કરાયેલો યુવક પીએમ મોદીનો ચાહક છે કે તે કોઇ અન્ય દળ સાથે જોડાયેલો છે તે વિશે પણ કોઇ માહિતી સામે આવી શકી નથી.
વીડિયોમાં જ્યારે પીએમ મોદી કારની બહાર ઉભા રહીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ ઝડપથી તેમની તરફ આગળ વધે છે. તેના હાથમાં માળા છે. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ત્યાંથી હટાવ્યો હતો અને પીએમનો રોડ શો યથાવત રાખ્યો હતો. હાલમાં, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી. આને સુરક્ષા ભંગ તરીકે જોવામાં આવી રહ્યું નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર