આનંદ મહિન્દ્રા સહિત અનેક લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે, કારણ છે ખાસ!

News18 Gujarati
Updated: October 8, 2019, 2:39 PM IST
આનંદ મહિન્દ્રા સહિત અનેક લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે, કારણ છે ખાસ!
વાયરલ તસવીર

સોશિયલ મીડિયા પર આ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે કારણ છે ખાસ

  • Share this:
હાલ જ્યાં દેશભરમાં દુર્ગા પૂજા અને વિજયાદશમીની ઉજવણી પૂર જોશમાં ચાલી રહી છે ત્યાં જ સોશિયલ મીડિયામાં પણ વિજયાદશમીની શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. લોકો ફોટો, વીડિયો અને વિવિધ સુવાક્યો લખી એક બીજાને વિજયાદશમીની શુભકામનાઓ આપી રહ્યા છે. આ તમામની વચ્ચે હાલ એક ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાળાના બાળકો દ્વારા મા દુર્ગાના મહિષાસૂરનંદન સ્વરૂપને ચરિતાર્થ કરી રહ્યા છે. આ તસવીરને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા અને બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ તેમના અધિકૃત ટ્વિટર પર મૂકી છે. અને આ તસવીર અન્ય માઇક્રો બ્લોગિંગ સાઇટ પર પણ જોવા મળી રહી છે.

અભિનેત્રી રવિના ટંડને કહ્યું કે "નેટ ઉપર બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ચિત્રણમાંથી આ અત્યાર સુધીનું સૌથી મધુર ચિત્ર છે. જય માતાજી" જો કે આ ચિત્ર ખરેખરમાં પણ ખૂબ જ ક્યૂટ છે. અને તેમાં બાળકોના ભાવ ખૂબ જ સૌમ્ય અને મનને ગમે તેવા છે.


બીજી તરફ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ કહ્યું કે તેમણે "અત્યાર સુધીમાં અનેક ભવ્ય મા દુર્ગાના પંડાલ જોયા છે. પણ જ્યારે માનવીય ભાવનાઓને વ્યક્ત કરવાની વાત આવે તો બાળકોને ટક્કર આપવી અશક્ય છે. મહા અષ્ટમીના દિવસે તમામને શુભેચ્છા અને શુભકામનાઓ."ઉલ્લેખનીય છે કે આ તસવીર અત્યાર સુધીમાં અનેક લોકોએ રિટ્વિટ અને શેર કરી છે. અને લોકો અલગ અલગ કોમેન્ટ આ તસવીરને જોઇને આપી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે "આ તસવીરમાં માંનું સાદગીપૂર્ણ પણ ભવ્ય સ્વરૂપ જોવા મળે છે." તો બીજા એક યુવકે કહ્યું કે "તમામ ઝગમગતા પંડાલોની વચ્ચે આ મા દુર્ગાને અભિવ્યક્ત કરતો સૌથી સુંદર ફોટો છે." તો કેટલાક યુઝર્સે તેને "પિક્ચર ઓફ ધ ડે"નું બિરુદ આપ્યું.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर