Home /News /national-international /રેપ કેસમાં જેને જેલમાં મોકલ્યો, તેના જ પ્રેમમાં પાગલ થઈ યુવતી: આખી રાખ હોટલમાં વિતાવી, અંતે બંનેએ આત્મહત્યા કરી લીધી

રેપ કેસમાં જેને જેલમાં મોકલ્યો, તેના જ પ્રેમમાં પાગલ થઈ યુવતી: આખી રાખ હોટલમાં વિતાવી, અંતે બંનેએ આત્મહત્યા કરી લીધી

દુર્ગમાં પ્રેમી કપલે આત્મહત્યા કરી લીધી

હચમચાવી નાખતો એક કિસ્સો છત્તસીગઢના દુર્ગમાંથી સામે આવ્યો છે. સ્મૃતિનગર ચોકી વિસ્તારમાં જૂનવાણી માર્ગ પર આવેલી હોટલ કૃષમાં એક કપલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

    દુર્ગ: હચમચાવી નાખતો એક કિસ્સો છત્તસીગઢના દુર્ગમાંથી સામે આવ્યો છે. સ્મૃતિનગર ચોકી વિસ્તારમાં જૂનવાણી માર્ગ પર આવેલી હોટલ કૃષમાં એક કપલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રુમમાં વિવાહીત પુરુષ સાથે યુવતીની લાશ પંખા સાથે લટકાયેલી હાલતમાં જોવા મળી હતી. જેને લઈને હોટલના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસ આ મમાલે તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત વિગોત અનુસાર જોઈએ તો, અફરોજ ખાન પરણેલો હતો અને તેનું તાપસી નામની યુવતી સાથે લફરુ ચાલતું હતું. આ દરમિયાન બંને મંગળવારે શહેરની કૃષ હોટલમાં ગયા હતા અને ત્યારથી બંને રૂમમાં જ હતા. આગામી દિવસે બુધવારે સવારે મોડી વાર સુધી બંને હોટલમાંથી બહાર ન નિકળ્યા કે ન તો રૂમમાંથી બહાર નિકળ્યા. એક કર્મચારીએ બાદમાં સંપર્ક કર્યો, દરવાજો ખટખટાવ્યો, પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં.

    ઘણી વાર સુધી કોઈ જવાબ ન મળતા, હોટલના મેનેજર દ્વારા આ ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી હતી. હોટલના જે રૂમમાં બંનેએ સુસાઈડ કરી હતી. પોલીસ તે રુમનો દરવાજો તોડી નાખ્યો અને જોયું કે, એક પંખા સાથે યુવક-યુવતી બંને એક જ ફંદામાં લટકી રહ્યા હતા. જ્યાં બંનેના મોત થઈ ચુક્યા હતા. ત્યાર બાદ પોલીસે લાશને નીચે ઉતારી હતી.

    આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ ટૂંક સમયમાં જ મૃતકોની ઓળખાણ કરી લીધી. મૃતક યુવતીનું નામ તાપસી હતું અને તે કોહકાની રહેવાસી હતી અને મૃતક યુવકનું નામ અફરોઝ હતું, જે કટુલબોર્ડનો રહેવાસી હતો. તપાસ દરમિયાન પોલીસને એક મોટી વાત જાણવા મળી કે, મૃતક યુવતીએ આ મૃતક યુવક પર રેપ કેસ નોંધાવ્યો હતો અને તેને લઈને તે જેલમાં 50 દિવસ રહી આવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Love story

    विज्ञापन
    विज्ञापन