ભરતપુર : પૂર્વીય રાજસ્થાનના (rajasthan)ભરતપુર (Bharatpur) શહેરમાં લગ્ન સાથે જોડાયેલ એક અજીબ મામલો સામે આવ્યો છે. વરરાજા (Groom) સમયસર લગ્ન માટે ન આવતા દુલ્હને (dulhan) વરરાજાના ઘરની સામે ધરણા કર્યા છે. બીજી તરફ દુલ્હનના પિતાએ આ મામલે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દુલ્હનના પિતાએ આરોપ મુક્યો છે કે, વરરાજા તરફથી દહેજ (Dowry)ની માંગ કરવામાં આવતી હતી. દહેજની માંગણી પૂરી કરવામાં ન આવતા વરરાજા લગ્ન માટે આવ્યો ન હતો. દુલ્હને દુલ્હાના ઘરની બહાર ધરણા કરતા તે સ્થળ પર મહિલા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવી છે. દુલ્હને વરરાજાના ઘર પર લગ્નના પોસ્ટર પણ લગાવી દીધા છે.
મળેલ માહિતી અનુસાર, હાઉસિંગ બોર્ડ કોલોનીના નિવાસી મહેશચંદની દીકરી ખુશ્બૂના લગ્ન પ્રિંસનગરના રહેવાસી વિરેન્દ્ર કુંતલના પુત્ર કુશલ કુમાર સાથે થવાના હતા. 29 નવેમ્બરના રોજ ખુશ્બૂ અને કુશલ કુમારની સગાઈ થઈ હતી. ભરતપુરના સ્વયંવર મેરેજ હોમમાં 4 માર્ચના રોજ લગ્ન થવાના હતા. જોકે, 4 માર્ચના રોજ વરરાજા જાન લઈને આવ્યો જ ન હતો.
4 માર્ચના રોજ દુલ્હન અને તેના પરિવારજનો મોડી રાત સુધી જાનની રાહ જોતા હતા. દુલ્હન તૈયાર થઈને બેઠી હતી, પરંતુ વરરાજા આવ્યો ન હતો. ત્યારબાદ દુલ્હનના પિતાએ મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દુલ્હનના પિતા મહેશ કુમારે આરોપ મુક્યો છે કે, વરરાજા તરફથી દહેજની માંગ કરવામાં આવી રહી છે. દહેજની માંગ પૂરી ન થતા લગ્નના મંડપ પર જાન આવી જ નહીં.
દુલ્હન પાસે મહિલા પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવી
સોમવારના રોજ પ્રિંસનગર કોલોનીમાં વરરાજાના ઘર સામે દુલ્હન ધરણા પર બેસી ગઈ છે. દુલ્હને વરરાજાના ઘરની બહાર લગ્નના પોસ્ટર પણ લગાવી દીધા છે. દુલ્હન જણાવે છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસશે. દુલ્હનના ધરણા અંગે પોલીસને જાણ થતા દુલ્હન પાસે મહિલા પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવી છે.
જીવિત છું ત્યાં સુધી ધરણા પર બેઠી રહીશ : દુલ્હન
દુલ્હન વરરાજાના ઘરની બહાર ધરણા પર બેઠી છે. ખુશ્બૂ ન્યાયની માંગણી કરી રહી છે અને જણાવે છે કે, જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી ધરણા પર બેઠી રહીશ. દુલ્હનની માંગ છે કે, કુશલ કુમાર તેની સાથે લગ્ન કરે અથવા તેને સજા આપવામાં આવે. આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર