મહારાષ્ટ્રમાં BJPની સરકાર બનવાની ઇનસાઇટ સ્ટોરી, રાહુલ ગાંધીની જિદને કારણે બગડી હતી બાજી

રાહુલ ગાંધી

24 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યાના થોડા જ કલાકમાં શિવસેનાએ એનસીપીનો સંપર્ક કર્યો હતો, અને 12મી નવેમ્બરના રોજ ફડણવીસના રાજીનામા સુધી એનસીપી અને શિવસેના વચ્ચે સહમતિ બની ગઈ હતી, પરંતુ મામલો દિલ્હીમાં અટવાયો હતો.

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રમાં આખરે શિવસેના-એનસીપી અને કૉંગ્રેસે (Shiv Sena, NCP, Congress Allaince) ગઠબંધનવાળી સરકાર બનાવી લીધી છે. જોકે, આ ગઠબંધનની જાહેરાતમાં વાર લાગતા એક સમયે તો સરકાર બનશે તેવી આશા જ સમાપ્ત થઈ ગઈ હતી. શનિવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ક્રમશ: મુખ્યમંત્રી પદ અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે ત્રણેય પાર્ટીનું એક જૂથ આ માટે સરકાર બનાવવાની ઔપચારિક જાહેરાત કરવામાં મોડું થવાથી આવું થયાનું કહી રહ્યું હતું. એવામાં ચોક્કસ સવાલ થાય કે ત્રણેય પક્ષોએ સરકાર બનાવવાની જાહેરાતમાં આટલું મોડું કેમ કર્યું હતું? સૂત્રોના જણાવ્યા પ્રમાણે 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યાના થોડા જ કલાકમાં શિવસેનાએ એનસીપીનો સંપર્ક કર્યો હતો, અને 12મી નવેમ્બરના રોજ ફડણવીસના રાજીનામા સુધી એનસીપી અને શિવસેના વચ્ચે સહમતિ બની ગઈ હતી, પરંતુ મામલો દિલ્હીમાં અટવાયો હતો.

  ટીમ રાહુલ શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની સરકાર બનતા અટકાવી હતી

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થકો શિવસેના સાથે સરકાર બનાવવાની વિરુદ્ધમાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની હા બાદ કૉંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થકોએ શિવસેના પર નવી શરતો થોપવાનું શરૂ કરી દીધું હતું. આ શરતોમાં વીર સાવરકરથી દૂરી બનાવવી, હિન્દુ રાષ્ટ્રવાદથી અલગ થવું, મરાઠી રાજકારણથી અલગ થવા જેવા વિવાદિત મુદ્દા સામેલ હતા. રાહુલ ગાંધીના કેમ્પે શરત રાખી હતી કે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા શિવસેના આ મુદ્દાઓથી પોતાની જાતને અલગ કરવાની જાહેરાત કરશે. રાહુલ ગાંધી કેમ્પના જે નેતાઓ આવી શરત રાખી રહ્યા હતા તેમાં કેસી વેણુગોપાલનું નામ સૌથી આગળ હતું. રાજ્યસભાના કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ તેની વિરુદ્ધ હતા. આ વખતે એનસીપીના શરદ પવારે મોરચો સંભાળ્યો હતો.

  એનસીપી પ્રમુખ શરદ પવાર (ફાઇલ તસવીર)


  શરદ પવારના માસ્ટર સ્ટ્રોકથી સરકાર બની

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના અને એનસીપી સાથે આવ્યા બાદ કૉંગ્રેસને સાથે લાવવાની જવાબદારી શરદ પવારને સોંપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધી સાથે વાત કરતા પહેલા શરદ પવારે કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ જેવા નેતાઓ સાથે વાત કરી હતી. અહેમદ પટેલ અને દિગ્વિજયસિંહ શરદ પવારના પ્રસ્તાવ પર તાત્કાલિક તૈયાર થઈ ગયા હતા. શરદ પવારે બંને નેતાઓ સાથે અલગ અલગ વાતચીત કરીને સમજાવ્યા હતા અને બંનેને સોનિયા ગાંધીને મનાવવાની જવાબદારી સોંપી હતી. સાથે જ નક્કી થયું કે સરકાર કૉમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે.

  દિલ્હીના પ્રવાસ પહેલા શરદ પવારે દરેક જગ્યાએ પોતાના મોહરા ગોઠવ્યાં

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા કૉંગ્રેસની આગામી ચાલ પૂરી રીતે સમજી લેવા માંગતા હતા. 18મી નવેમ્બરના રોજ કૉંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયાર થઈ ત્યાર બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કૉંગ્રેસ અધ્યક્ષા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ સરકાર બનાવવા માટે સહમતિ આપી દીધી હતી, પરંતુ સરકારની રૂપરેખા શું હશે તેના પર સહમતિ બની ન હતી.  પવાર પાસે પ્લાન બી તૈયાર હતો

  સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. એનસીપી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરદ પવાર અને પીએમ મોદી વચ્ચેની બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે ચર્ચા થઈ હતી. પવારે પીએમ મોદીને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે બીજેપી-શિવસેનાની સરકાર ન બનવા પર એનસીપી બીજેપી સાથે જવાનો વિચાર કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રમાં બીજેપીએ કરેલી ઉતાવળે આખો ખેલ બગાડી નાખ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: