Home /News /national-international /ગુજરાતમાં એક વ્યક્તિના એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા 11 હજાર કરોડ રૂપિયા, પછી રૂપિયાનું કર્યું કઈંક આવું

ગુજરાતમાં એક વ્યક્તિના એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા 11 હજાર કરોડ રૂપિયા, પછી રૂપિયાનું કર્યું કઈંક આવું

ડીમેટ એકાન્ટમાં અચાનક જ આવી ગયા 11,677 કરોડ..

તમારા બેન્ક એકાઉન્ટમાં બેન્કની ભૂલથી અચાનક જ હજારો કરોડો રૂપિયા આવી જાય તો તમે શું કરશો? આ અંગે અમે અલગ-અલગ લોકો સાથે વાત કરી તો કોઈએ શોપિંગની વાત કહી તો કોઈએ વિદેશ જવાના પ્લાનની વાત કરી. કેટલાક લોકોએ જો આ રીતે પૈસા આવી જાય તો બેન્કને ઈન્ફોર્મ કરવાની પણ કહી છે. જોકે આવું બનવા પર એક વ્યક્તિએ એવી ચતુરાઈ વાપરી કે તે અંગે ક્યારેય તમે વિચાર્યું જ નહિ હોય.

વધુ જુઓ ...
    અમદાવાદઃ તમારા બેન્ક એકાઉન્ટમાં બેન્કની ભૂલથી અચાનક જ હજારો કરોડો રૂપિયા આવી જાય તો તમે શું કરશો? આ અંગે અમે અલગ-અલગ લોકો સાથે વાત કરી તો કોઈએ શોપિંગની વાત કહી તો કોઈએ વિદેશ જવાના પ્લાનની વાત કરી. કેટલાક લોકોએ જો આ રીતે પૈસા આવી જાય તો બેન્કને ઈન્ફોર્મ કરવાની પણ કહી છે. જોકે આવું બનવા પર એક વ્યક્તિએ એવી ચતુરાઈ વાપરી કે તે અંગે ક્યારેય તમે વિચાર્યું જ નહિ હોય.

    ડીમેટ એકાઉન્ટમાં અચાનક આવી ગયા 11677 કરોડ રૂપિયા

    ગુજરાતમાં રહેનાર એક વ્યક્તિ રમેશ સાગરના ડીમેટ એકાઉન્ટમાં અચાનક જ 11677 કરોડ રૂપિયા આવી ગયા છે. અચાનક પોતાના એકાઉન્ટમાં આટલા બધા રૂપિયા જોઈને રમેશ પહેલા તો હેરન થઈ ગયા હતા. જોકે તે આ પૈસાને લઈને કોઈ જગ્યાએ ભાગ્યો પણ નહોતો કે બેન્કમાં પણ ગયો નહોતો. જોકે રમેશે આ પૈકીની કેટલીક રકમને શેરબજારમાં રોકી છે.

    શેરબજારમાં રોક્યા 2 કરોડ

    રમેશ સાગર છેલ્લા પાંચથી છ વર્ષથી શેરબજારમાં રોકાણ કરે છે. ટેક્નિકલ ખામીના કારણે તેમના કોટક સિક્યોરિટીના ડિમેટ
    ખાતામાં ભૂલથી આવી

    એકાઉન્ટમાં 11,677 કરોડ રૂપિયા ક્રેડિટ થઈ ગયા છે. જોકે તેમણે હોશિયારી વાપરીને 2 કરોડ રૂપિયા શેરબજારમાં રોક્યા છે. જોકે આ દરમિયાન કોટક સિક્યોરિટીઝને પોતાની ભૂલનો અનુભવ થયો હતો. તેણે તેમાંથી 5 લાખ રૂપિયા પણ કમાઈ લીધા હતા. તે જ રાતે 8 વાગ્યે કોટકને આ ભૂલનો ખ્યાલ આવતા તેણે આઠ વાગ્યે એકાઉન્ટમાંથી રકમ પરત લઈ લીધી હતી.

    થોડા જ કલાકોમાં કમાઈ લીધા 5 કરોડ રૂપિયા

    રમેશ સાગરે જણાવ્યું કે 27 જુલાઈ 2022એ મારા ખાતામાં 11,677 કરોડ રૂપિયા જમા થયા. તેમાંથી ફટાફટ 2 કરોડ રૂપિયા શેરબજારમાં લગાવીને 5 લાખ રૂપિયા કમાઈ લીધા. રમેશે કહ્યું હતું કે હું એ દિવસે ડિમેટ એકાઉન્ટમાં જેકપોટ મેળવવા માટે ભાગ્યશાળી હતો. આઈએએનએસના રિપોર્ટના જણાવ્યા મુજબ આ મામલામાં કોટક સિક્યોરિટીઝ સાથે વાત કરવામાં આવી તો તેણે આ અંગે વધુ કઈં જ કહેવાથી ઈન્કાર કર્યો હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Bank account, Bank Fraud, Bank Fraud News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन