ઉમાશંકર ભટ્ટ, દેવરિયાઃ મહામારી (Pandemic) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Coronavirus) લાગુ છે. એવામાં ઉત્તર પ્રદેશના દેવરિયાની એક ઘટનાએ લોકોની આંખો ભીની કરી દીધી છે. મૂળે, સુમિત્રા દેવીનું શુક્રવાર અચાનક મૃત્યુ થઈ ગયું. તેમના ત્રણ દીકરા હોવા છતાંય અંતિમ સમયમાં કોઈ તેમની પાસે નહોતું કારણ કે આ ત્રણેય દીકરા અલગ-અલગ સ્થળે નોકરી કરે છે અને લૉકડાઉનના કારણે ત્યાં ફસાઈ ગયા હતા.
પુત્રવધૂએ હિંમતથી પોતાની જવાબદારી નિભાવી
અંતિમ સંસ્કારમાં ઘરે સુમિત્રા દેવીની પુત્રવધૂ પોતાના નવજાત બાળકની સાથે તેમની પાસે હતી. આવી વિષમ પરિસ્થિતિમાં સામાજિક રીત-રિવાજોને બાજુએ મૂકી પુત્રવધૂએ જ સ્થાનિક પ્રશાસનની મદદથી સાસુની અર્થીને કાંધ આપી અને પછી પોતાના બાળકને તેડી તેમની ચિતાને મુખાગ્નિ પણ આપી. ભલે લૉકડાઉનના કારણે એક માતાને મોત બાદ દીકરાઓની કાંધ નસીબ ન થઈ પરંતુ પુત્રવધૂએ જે હિંમતથી જવાબદારી નિભાવી તેને જોઈ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
નોંધનીય છે કે, 70 વર્ષીય સુમિત્રા દેવીના ત્રણ દીકરા છે અને તેઓ બીજા સ્થળે નોકરી કરે છે. સમિત્રા દેવીના પોતાના વચલી દીકરા ચંદ્રશેખરની પત્ની નીતૂ અને તેના બાળકોની સાથે સલેમપુર કસ્બામાં રહેતી હતી. શુક્રવારે સમિત્રાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. લોકોની મદદથી પુત્રવધૂએ નીતૂ તેમને CHC લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.