Coronavirus: એક જ દિવસમાં ઇટાલીમાં 800 લોકો તથા ફ્રાંસમાં 112 લોકોનાં મોત

News18 Gujarati
Updated: March 22, 2020, 10:39 AM IST
Coronavirus: એક જ દિવસમાં ઇટાલીમાં 800 લોકો તથા ફ્રાંસમાં 112 લોકોનાં મોત
ઇટાલીમાં શનિવારે કોરોના વાયરસના કારણે 793 લોકોનાં મોત થયા છે

ઇટાલીમાં શનિવારે કોરોના વાયરસના કારણે 793 લોકોનાં મોત થયા છે. આટલા લોકોનાં મરવાને કારણે મૃત્યું આંક 4825 થઇ ગઇ છે.

  • Share this:
ઇટાલીમાં શનિવારે કોરોના વાયરસના કારણે 793 લોકોનાં મોત થયા છે. આટલા લોકોનાં મરવાને કારણે મૃત્યું આંક 4825 થઇ ગઇ છે. આખા વિશ્વમાં આ વાયરસનાં કારણે જેટલી પણ મોત થઇ છે તેના 38.3 ટકા છે. ઇટાલીની સ્થિતિ ચીન કરતા પણ વધારે ખરાબ થઇ રહી છે. અહીં કોવિડ 19થી સંક્રમિત લોકોની સંખ્યા 53578 થઇ ગઇ છે, જે રેકોર્ડ છે.

મિલાનની પાસે ઉત્તર લોમબાર્ડીમાં મરનારની સંખ્યા ત્રણ હજારથી વધારે થઇ ગઇ છે. ઇટાલીમાં શુક્રવારે 1420 લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસ રોકવા માટે તમામ સરકારી ઉપાયો વચ્ચે સંક્રમણનો ખતરો વધી રહ્યો છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસ vs ગુજરાત : અમદાવાદ સહિત ચાર શહેરોમાં Lockdown!

ફ્રાંસમાં મૃતકોની સંખ્યા 562

ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે 112 લોકોનાં મોત થયા છે જેનાથી મૃતકોની સંખ્યા 562 પર પહોંચી ગઇ છે અને 6172 લોકો આના સંક્રમણને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, હૉસ્પિટલમાં દાખલ લોકોમાં 1525 લોકોની હાલત ગંભીર છે. અનેક વિસ્તારોમાં મહામારી જલ્દી ફેલાઇ રહી છે.

આ પણ વાંચો : શાહીનબાગ પર જનતા કર્ફ્યૂની કોઇ અસર નહીં, પહેલાની જેમ જ મહિલાઓનું પ્રદર્શન ચાલુપાકિસ્તાનમાં 3નાં મોત, નવા 165 કેસ

પાકિસ્તાનમાં કોરોના વાઈરસથી ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે નવા 165 કેસ સાથે કુલ 666 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડાપ્રધાન ઈમરાન ખાને લોકોને આગામી 45 દિવસ સુધી પોતાને એકબીજાથી અલગ રાખવા વિનંતી કરી છે.

આ પણ જુઓ :
First published: March 22, 2020, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading