જમ્મુ : કોરોના વાયરસના (Corona virus) ખતરાના કારણે વૈષ્ણવ દેવીની (Vaishnov devi) યાત્રા આજથી બંધ કરી દેવામાં આવી છે. જ્યારે જમ્મુ કાશ્મીરથી (Jammu Kashmir) આવતી અને જતી આંતરરાજ્ય બસોનાં પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગઇકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કટરા ખાતે માતા વૈષ્ણવ દેવી મંદિરમાં વિદેશથી ભારત આવનારા ભારતીયો તેમજ વિદેશીઓને 28 દિવસ સુધી દર્શન કરવાની મંજૂરી નહી મળે. મહત્વનું છે કે, મંગળવારે જમ્મુમાં આઇઆઇટી અને આઈઆઈએમને બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
મહત્વનું છે કે, ભીડમાં આ વાયરસનો ચેપ લાગવાનો ખતરો વધી જતો હોવાથી કેટલાક મંદિરોએ દર્શન બંધ કરરવાનો ફેંસલો કર્યો છે. મુંબઈમાં ખ્યાતનામ સિધ્ધિવિનાયક મંદીરને અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાયુ છે. શિરડીનુ સાંઈબાબા મંદિર પણ ભક્તો માટે હાલમાં બંધ કરવામાં આવ્યુ છે. ઉજ્જેનના જાણીતા મહાકાલ મંદિરમાં રોજ સવારે થતી ભસ્મ આરતીમાં ભક્તો હાજરી નહી આપી શકે. મંદિરમાં દર્શન માટે ખાસ એડવાઈઝરી જાહેર કરાઈ છે. આ સાથે ઓરિસ્સાના જગન્નાથ મંદિરમાં ભાવિકોએ પૂજા વખતે માસ્ક પહેરવો પડશે અને સતત હાથ ધોવા પડશે.
કોરોના વાયરસથી બચવા માટે સ્વાસ્થય મંત્રાલયે હોમ ક્વૉરન્ટીન મામલે એક એડવાઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કરીને હોમ ક્વૉરન્ટીન અંગે જાણકારી આપી છે. કોરોનાની હજી સુધી કોઇ દવા શોધી નથી શકાઇ. તેવામાં બચવા માટે તમે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ હોમ ક્વૉરેંટાઇન દ્વારા પોતાના અને પોતાના પરિવારને કોરોનાના સંક્રમણથી બચાવી શકશો. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ આ મુજબ છે. હોમ ક્વૉરન્ટીનનો મતલબ થાય છે કે ઘરનો તેવો રૂમ જે હવાદાર હોય અને જેમાં ટૉયલેટની સુવિધા હોય. જો તમારા ઘરના કોઇ વ્યક્તિને કોરોના વાયરસની અસર લાગી રહી છે. અને તેના બ્લડ ટેસ્ટ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જે તે દર્દીને ઘરમાં કેવી જગ્યા અને કેવી રીતે રાખવો તે અંગે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. વિગતવાર સમજો આ વાતને. ઓરિસ્સાના જગન્નાથ મંદિરમાં ભાવિકોએ પૂજા વખતે માસ્ક પહેરવો પડશે અને સતત હાથ ધોવા પડશે.
આ વીડિયો પણ જુઓ :
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર