કોરોના વાયરસને કારણે મુંબઇ અને પટનામાં એક-એક મોત, દેશમાં મૃત્યુ આંક થયો છ

News18 Gujarati
Updated: March 22, 2020, 12:45 PM IST
કોરોના વાયરસને કારણે મુંબઇ અને પટનામાં એક-એક મોત, દેશમાં મૃત્યુ આંક થયો છ
બેંગલુરની આ કંપનીએ 11 શહેરોના 63 કારખાના સાથે આ મામલે ગઠબંધન કર્યું છે. આ કંપની અત્યાર સુધી લગભગ 30,000 લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રોજગારી આપી ચૂકી છે.

દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારોનો આંકડો વધીને છ થઇ ગયો છે.

  • Share this:
મુંબઇ : આજે કરોના વાયરસ સામે લડવા માટે જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને બિહારમા એક એક વ્યક્તિનું મોત નીપજ્યાના સમાચાર મળી રહ્યાં છે. મુંબઇમાં મૃત્યુ પામનાર કોરોનાનો દર્દી 56 વર્ષનો હતો જ્યારે બિહારનાં પટનામાં મૃત્યુ પમાનાર 38 વર્ષનાં હતાં. આ સાથે દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારોનો આંકડો વધીને છ થઇ ગયો છે.

મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 74

મહારાષ્ટ્રમાં કરોના વાયરસનાં મામલા તીવ્રતાથી વધી રહ્યાં છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 74 થઇ ગયા છે અને મૃત્યુ આંક બે પર પહોંચી ગયો છે. 10 નવા પોઝિટીવ મામલા આવ્યાં છે. જેમાં 6 મુંબઇનાં છે અને 4 પુણેનાં છે. જેમાંથી પાંચ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને અન્ય પાંચ લોકો સંક્રમણમાં આવ્યાં હતાં. હાલ મળતી માહિતી પ્રમાણે એચએન રિલાયન્સમાં એક 56 વર્ષનાં દર્દીનું મોત નીપજ્યં છે. આ દર્દી 21 માર્ચનાં રોજ દાખલ થયો હતો.

બિહારમાં એક વ્યક્તિ આઈસોલેશનમાં

બિહારના પટનામાં પણ કોરોનાએ દસ્તક આપી છે. પટનામાં કોરોનાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ આઇસોલેશનમાં દાખલ છે. 38 વર્ષનો આ વ્યક્તિ કતારથી આવ્યો હતો. આ દર્દીનું મોત કાલે સવારે થયું હતું પરંતુ તેમનો પરંતુ સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોનાનાં બંન્ને દર્દીઓને પટનાનાં એમ્સમાં રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : જનતા કર્ફ્યૂ : PM મોદીના 'ઘરબંધી'ના સમર્થનમાં ગુજરાત સ્વયંભૂ બંધ, કોરોના સામે લોકલડતદેશમાં કેસ વધી રહ્યાંછે

દેશમાં કોરોના વાયરસનાં કેસ તીવ્રતાથી વધી રહ્યાં છે. અત્યાર સુધી દેશમમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 334 થઇ ગઇ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં 63 લોકો કોરોનાથી પીડિત છે. જ્યારે કેરળમાં 52, રાજસ્થાનમાં 25, ઉત્તર પ્રદેશમાં 27, દિલ્હીમાં 26, તેલંગાનામાં 21, લદ્દાખમાં 13 લોકો આ વાયરસને કારણે સંક્રમિત છે.

આ પણ વાંચો : Coronavirus: એક જ દિવસમાં ઇટાલીમાં 800 લોકો તથા ફ્રાંસમાં 112 લોકોનાં મોત

દિલ્હી આઈઆઈટીએ કર્યું મહત્વનું કામ

આ વાયરસને કારણે લોકોને ચેતવવામાં આવ્યાં છે કે તેમણે માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો. પરંતુ બંન્ને વસ્તુઓ મોંઘા ભાવે અને અનેક જગ્યા તેની અછત પણ થઇ ગઇ છે. જેથી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ દિલ્હીના પ્રોફેસરે ભેગા મળીને માત્ર 2 દિવસમાં 50 લિટર હેન્ડ સેનિટાઈઝર બનાવ્યું છે. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રામગોપાલ રાવે ફેસબુક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, હેન્ડ સેનિટાઇઝરની અછતને પહોચી વળવા માટે અમે કેમિસ્ટ્રીના પ્રોફેસરને વાત કરી હતી, તેમણે કહ્યું કે આટલા નાના કામ માટે તમારે આઈઆઈટી પ્રોફેસરની જરૂર નથી. આ કામ આપણો ટેકનિકલ સ્ટાફ પણ કરી શકે છે. અ સેનિટાઇઝરની પ્રાઈઝ સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે તેટલી છે. તેને બનાવવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નક્કી કરેલા માપદંડનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ જુઓ : 
First published: March 22, 2020, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading