Home /News /national-international /દુબઈથી ચેન્નાઈ પહોંચેલા પ્લેનના ટોઈલેટમાંથી મળ્યું 9 કિલો Gold, કિંમત 4.21 કરોડ રૂપિયા

દુબઈથી ચેન્નાઈ પહોંચેલા પ્લેનના ટોઈલેટમાંથી મળ્યું 9 કિલો Gold, કિંમત 4.21 કરોડ રૂપિયા

ચેન્નાઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી

દુબઈ (Dubai) થી ચેન્નાઈ (Chennai) આવેલા પ્લેન (Plane) ના ટોઈલેટ (Toilet) માં અધિકારીઓને દાણચોરી (smuggling) કરી લવાયેલ વિદેશી માર્કાની સોનાની લગડીઓ ઉપરાંત ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી સોનાની ઈંટો પણ મેળવી છે.

ચેન્નાઈઃ દુબઈ (Dubai) થી ચેન્નાઈ (Chennai) આવેલા પ્લેન (Plane) ના ટોઈલેટ (Toilet) માં દાણચોરી (smuggling) કરીને લઈ જવામાં આવતા 60 સોનાના બિસ્કિટ (gold biscuits) મળી આવ્યા છે, જેની કિંમત લગભગ 4.21 કરોડ રૂપિયા છે. કસ્ટમ વિભાગ (Customs Department) ના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોનાનું વજન નવ કિલોગ્રામથી વધુ છે.

અહી જાહેર કરાયેલી એક સત્તાવાર રીલીઝ મુજબ, વિદેશી માર્કાની સોનાની લગડીઓ ઉપરાંત અધિકારીઓએ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી સોનાની ઈંટો પણ મેળવી છે.

રીલીઝ અનુસાર, કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કુલ 9.02 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 4.21 કરોડ રૂપિયા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાઈ માતા, કરી દીધી પુત્ર-પુત્રીની હત્યા, સળગાવી દીધી લાશ

આ દરમિયાન, અન્ય એક ઘટનામાં, કસ્ટમ અધિકારીઓએ દુબઈના 61 વર્ષીય પેસેન્જર પાસેથી આશરે રૂ. 25.87 લાખની કિંમતની સોનાની લગડીઓ રિકવર કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફર તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લાનો રહેવાસી છે અને તેમણે કબૂલ્યું હતું કે, તે સામાનમાં રાખેલી ટૂલ કીટમાં છુપાવીને 11 સોનાની લગડીઓ લાવી રહ્યો હતો.
First published:

Tags: Airports, Dubai, Gold Smuggling, International Airport, દાણચોરી, સોનું

विज्ञापन